સરકારે ગાઈડલાઈન સાથે નવરાત્રિની ઉજવણી કરવા તથા શેરી ગરબામાં 400 લોકોને ગરબા રમવાની મંજુરી આપી છે. પણ ખાનગી સંચાલકો તથા પાર્ટી પ્લોટમાં થતાં ગરબાને મંજૂરી આપી નથી. જેમાં ક્લબ કે પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરી શકાય નહીં. પરંતુ કેટલાક લોકો સરકારના નિયમોનું પાલન કરતા નથી. જેમાં પોલીસની કામગીરી વધી જાય છે. તેવામાં અમદાવાદ શહેરના SG હાઈવે પર આવેલા એક બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરના બહાને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી કંપનીના ગરબામાં પોલીસે રેડ પાડી હતી. પોલીસે આ મામલે કંપનીના મેનેજર, બેન્કવેટ હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

તાજેતરમાં અમદાવાદની પોલીસ ખાસ સતર્ક થઇ છે. જેમાં સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને આ આયોજન અંગે બાતમી મળી હતી કે, જ્યુબિલેશન બેન્કવેટ હોલમાં ખાનગી કંપની દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા આયોજન પર પોલીસે ખેલ રસિયાઓમાં ભંગ પાડતાં રેડ કરી હતી. પોલીસે બાતમીની જગ્યાએ રેડ કરતાં તે જગ્યા પર ગરબાનું આયોજન જોવા મળ્યું હતુ. જેથી પોલીસે આ મામલે કંપનીના મેનેજર, બેન્કવેટ હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
સોલા પોલીસ મથકના પીઆઇ જે.પી.જાડેજા અને તેમની ટીમ દ્વારા વિસ્તારમાં સઘન કામગીરી કરવામાં આવે છે. તેવામાં સરકારની ગાઇડલાઇન ભુલી જઇને ગરબાની મંજુરી લીધા વગર જ્યુબિલેશન બેન્કવેટ હોલમાં ખાનગી કંપની દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેથી પોલીસે કંપનીના મેનેજર, બેન્કવેટ હોલના મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.