નાગરિકતા સંશોધન કાયદો દેશમાં લાગુ થયા પછી દેશના વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો થયા. આ કાયદા મુજબ ભારતમાં ત્રણ દેશો પાકિસ્તાન, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ ના અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવામાં નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. આ દેશોથી ભારતમાં શરણાર્થીઓ આવે છે પરંતુ UNHCR રિપોર્ટ મુજબ એ ઉપરાંતના બીજા દેશ છે જ્યાંથી દેશમાં સૌથી વધુ શરણાર્થીઓ આવે છે.
કોને કહેવાય છે શરણાર્થી ?

સંયુક્ત રાષ્ટ્ર ઊંચા યુક્ત ( UNHCR – United Nations High Commissioner for Refugees) મુજબ શરણાર્થી એ હોય છે જે યુદ્ધ, હિંસા અથવા દમન જેવા કારણોથી પોતાનો દેશ છોડી બીજા દેશમાં રહેવા માટે મજબુર થઇ જાય છે. પરંતુ શરર્ણાર્થીનો દરજ્જો મળવાની પણ એક પ્રક્રિયા હોય છે.
શરણાર્થી ની પરિભાષા સિદ્ધ કરવાની હોય છે.

બીજા દેશોમાં શરણ માંગવા વાળા લોકોને શરણાર્થીની પરિભાષામાં જણાવ્યા કારણોને સિદ્ધ કરવાના હોય છે. એના માટે શરણ માંગનારા લોકો એ દેશની સરકાર પાસે આશ્રય મેળવવા માટે આવેદન કરે છે. આવેદન સ્વીકાર થયા પછી શરણાર્થીનો દરજ્જો મળે છે.
દુનિયામાં સૌથી વધુ શરણાર્થીઓ આ દેશોના
દેશ અન્ય દેશોમાં એ દેશના કેટલા શરણાર્થી
સીરિયા 66,32,4551
અફગાનિસ્તાન 26,76,619
દક્ષિણી સુડાન 22,85,257
મ્યાનમાર 10,96,213
સોમાલિયા 9,49,487
ભારત 9,601
કુલ 2,01,17,541
52 હજાર ભારતીયોના આશ્રયનો નિર્ણય

આખી દુનિયામાં શરણાર્થીઓ ની સંખ્યા 9,601 છે પરંતુ લગભગ 52 હજાર ભારતીય એવા છે જેમણે અલગ અલગ દેશોમાં આશ્રય માટે આવેદન કરી રાખ્યું છે. જેના પર કોઈ નિર્ણય લેવાયો નથી
આ દેશોમાં સૌથી વધુ ભારતીય શરણાર્થી
UNHCR ની રિપોર્ટ જણાવે છે કે સૌથી વધુ ભારતીય અમેરિકામાં છે. ત્યાં 6,110 શરણાર્થી ભારતીય છે. ત્યાર પછી બીજા સ્થાન પર કેનેડામાં 4,457 શરણાર્થી ભારતીય છે

ભારત કરતા વધુ શરણાર્થી પાકિસ્તાનમાં છે
દેશ ત્યાં બીજા દેશના કેટલા શરણાર્થી
તુર્કી 36,81,685
પાકિસ્તાન 14,04,019
યુગાંડા 11,65,653
સુડાન 10,78,287
જર્મની 10,63,837
ભારત 1,95,891
ભારતમાં સૌથી વધુ આ દેશોના શરણાર્થી
UNHCR ની રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ શરણાર્થી પાકિસ્તાન, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશથી નથી આવતા.
ચીન – 1,08,008
શ્રી લંકા – 60,802
મ્યાનમાર – 18,813

2018માં આ દેશોએ આપ્યો ભાતીયોને શરણાર્થીઓનો દરજ્જો
અમેરિકા – 1,531
કેનેડા – 280
ઇટલી – 120
યુકે – 68
ઓસ્ટ્રેલિયા – 51
UNHCRની રિપોર્ટમાં આ ખુલાસો
આ બધા આંકડા UNHCR ની રીપોર્ટના છે. આ આંકડા 2018 ના અંત સુધીના છે. એમાં માત્ર શરણાર્થી અથવા આશ્રય માંગતા લોકો માટે જણાવવામાં આવ્યું છે કાયદાકીય અથવા ગેરકાયદાકીય પ્રવાસીઓ માટે નથી. વાસ્તવિક આંકડો હજુ વધારે હોઈ શકે છે. કારણ કે ભારતે શર્ણાર્થીઓના દર્જાથી સંબંધિત કરાર પર સાઈન કર્યા નથી

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.