રિલાયન્સ કંપનીએ ઓક્ટોબર માસમાં ‘રિસાઇકલ 4 લાઇફ’ નામની વિસ્તૃત ઝૂંબેશ શરુ કરી હતી, જેણે પોતાની આસપાસનાં વિસ્તારોમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો ભેગી કરવી અને રિસાઇકલિંગ માટે પોતાની ઓફિસોમાં લાવવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ ઝૂંબેશ દ્વારા સ્વયંસેવકોએ રિસાઇકલિંગ માટે 78 ટન પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ ભેગી કરી છે. આ રેકોર્ડ કલેક્શન ઝૂંબેશ ત્રણ લાખ કર્મચારીઓ, એમનાં પરિવારજનો તથા RILનાં ભાગીદારો દ્વારા તેમજ ભારતભરમાં કેટલાંક સ્થળોમાં એમના વ્યવસાયોનાં સાથસહકાર સાથે થયું હતું. આ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સનું રિસાઇકલિંગ RILનાં રિસાઇકલિંગ યુનિટમાંનાં એક યુનિટમાં મૂલ્ય સંવર્ધનમાં પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. છેલ્લાં બે દાયકાથી વધારે સમયથી આરઆઇએલ પોસ્ટકન્ઝ્યુમર (ઉપયોગ થયેલી) વેસ્ટ પીઇટી બોટલ્સનું રિસાઇકલિંગ કરે છે.

RIL ભારતમાં ઉપયોગ થતી પીઇટી બોટલ્સ રિસાઇકલ કરનાર સૌથી મોટી કંપનીમાંની એક છે અને એણે R|Elan™ ગ્રીન ગોલ્ડ ફેબ્રિક ટેકનોલોજી વિકસાવી છે, જે દુનિયામાં કાર્બનનું સૌથી ઓછું ઉત્સર્જન કરતી ટેકનોલોજીઓમાંની એક છે.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતા અંબાણીએ કહ્યું હતું કે “રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે માનીએ છીએ કે, આપણાં પર્યાવરણનું જતન કરવું સૌથી વધુ મહત્વપૂર્ણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ પ્રોત્સાહન, પ્રેક્ટિસ અને પ્રસાર પર નિર્મિત છે, જે અમે રિસાઇકલ 4 લાઇફ ઝૂંબેશ રિસાઇકલિંગનાં મહત્વની જાગૃતિ લાવવા માટે શરૂ કરી છે. રિલાયન્સનાં હજારો કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો ભારતમાં તમામ વિસ્તારોમાં છે, જેઓ આ ઝૂંબેશમાં રિસાઇકલ પ્લાસ્ટિકનાં કચરાને એકત્ર સામેલ થયા હતાં અને રેકોર્ડ કર્યો હતો. આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉજ્જવળ, શ્રેષ્ઠ, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઝૂંબેશ માટે કટિબદ્ધ છીએ.”
