હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં જીવન વીમા નિગમે વીમા પોલીસી ધારકોને થોડા વર્ષો કે મહિનાઓમાં પ્રીમિયમ ન ભરવાથી લેપ્સ થયેલી પોલીસી ચાલુ કરાવવા માટે ત્રણ માસ સુધીની તક આપી છે. એલઆઈસીની લેપ્સ થયેલી પોલીસીના પ્રીમિયમની રકમ લેટ જમા કરાવવા પર ચૂકવવાના આવતા ચાર્જમાં માં રૂ.2500 સુધીનું કન્સેશન આપવાની પણ જાહેરાત કરી છે. કોઈ પોલિસી ધારકનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તો તેમના પરિવારને ટેકો રહે તેવી ગણતરીથી પણ આ ઓફર કરવામાં આવી છે.

લેટ ફીમાં 20, 25 અને 30 % ની રાહત
જે પોલીસી ધારકનું રૂ. 1 લાખ સુધીનું પ્રીમયમ બાકી હશે તેમને લેટ ફી ચાર્જમાં રૂ. 1500ની, રૂ. 1 લાખથી રૂ.3 લાખ સુધીનું પ્રીમિયમ બાકી હોય તેમને રૂ.2000ની અને રૂ.3 લાખથી વધુનું પ્રીમિયમ બાકી હોય તેમને રૂ.2500ની રાહત આપવામાં આવશે. કોરોનાકાળમાં પ્રીમિયમ ન ભરી શકાયું હોય તેમને પ્રીમિયમ ભરીને પોલીસી રિવાઈવ કરવા જણાવ્યું છે. જીવન વીમાની પોલીસીના પ્રીમિયમ જમા કરાવવામાં થયેલા વિલંબ માટે ચૂકવવાના થતાં ચાર્જમાં 20 % ની રાહત અંગ એક પરિપત્ર દ્વારા જાહેરાત કરી છે. દસમી ઓગસ્ટ 2020થી નવમી ઓક્ટાબર 2020 સુધીમાં લેપ્સ થઈ ગયેલી પોલીસી રિવાઈવ કરાવી લેનારાઓને લેટ ફીમાં ઉપર જણાવ્યા મુજબની રાહત આપવામાં આવશે.
આ પણ વાંચો : પિતૃ સંપત્તિની ભાગીદારી પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, પુત્રીઓને પણ મળશે ભાગ
મેડિકલ પોલીસીમાં રિવાઈવ કરવા માટેની તક આપવામાં આવી નથી. તેમજ ટર્મ ઇન્સ્યુરન્સ, હેલ્થ ઇન્સ્યુરન્સ અને મલ્ટીપલ રિસ્ક પોલીસીમાં કોઈ રાહત આપવામાં આવી નથી. માત્ર ચોક્કસ પ્લાન હેઠળ આવરી લેવામાં આવેલી પોલીસીને પ્રીમિયમ ભરી ફરી શરુ કરવાની તક આપવામાં આવી છે.
