ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સદંતર વધારો થઇ રહયો છે. ત્યારે, કોરોનાના સારવારમાં ઉપયોમાં લેવાતી અસરકારક દવા રેમડેસિવિરની રાજ્યમાં મોટી અછત સર્જાઈ છે. તબીબો અનુસાર આ દવા કોરોનાને નાથવા માટે સૌથી મહત્વની છે. આ દવાના કારણે દર્દીઓને રાહત મળે છે અને શ્વાસ તરત જ બેસી જતો હોય છે. પરંતુ હાલમાં જરૂરિયાતવાળા દર્દીઓ ને આ દવા મળી રહી નથી. રાજ્ય માં આવતી આ તમામ દવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લઈ લેવામાં આવે છે જેથી જરૂરિયાત વાળા દર્દીઓ સુધી આ દવા પહોંચી શકતી નથી.

જ્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર આ દવાને આપવાની જાહેરાત ન કરે ત્યાં સુધી આપવામાં આવતી નથી. પરંતુ આ દવાનો ઉપયોગ વી.વી.આઇ.પી લોકો ને સારા કરવામાં થાય છે. જેથી સામાન્ય લોકોને આ દવા મેળવવા મુશ્કેલી થઇ રહી છે. પરંતુ, હાલમાં રાજ્યમાં રેમડેસિવિર દવાની મોટી અછત છે. રાજ્યમાં ક્યાંય પણ આ દવા ઉપલબ્ધ નથી.અને ડોકટરો એ પણ આ વાત સ્વીકારી છે. ગુજરાત કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિયેશનના ચેરમેને જણાવ્યું છે કે, હાલમાં, રાજ્યમાં હજારો દર્દીઓ વચ્ચે માત્ર 48 વાયલ આપવામાં આવ્યા. ગુજરાતમાં આવેલી તમામ દવાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારીઓ કહે તોજ મળે છે. જેના કારણે આ દવા સામાન્ય લોકોને મળી રહી નથી. હાલ રાજ્યની એક પણ મેડિકલ સ્ટોરમા આ દવા ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : સુરતમાં 100 કરોડના ખર્ચે ઉભી કરાશે બે Covid હોસ્પિટલ, CM રૂપાણીએ કરી જાહેરાત

રાજ્ય સરકાર વારંવાર પોતાના સંબોધનમાં કોરોનાની દવાનો યોગ્ય જથ્થો હોવાનું જણાવી રહી છે પરંતુ આ વાતો ફક્ત બોલવા પૂરતી જ સાચી છે. રાજ્યમાં રેમડેસિવિર દવા આવે કે તરત જ તેના ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના અધિકારીઓ તેને પોતાના હસ્તક કરી લે છે. ત્યારબાદ તેનો ઉપયોગ ફક્ત વી.વી.આઇ.પી દર્દીઓને સાચવવા જ કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય લોકો પાસે આ દવાથી વંચિત રહેવા સિવાય કોઈ રસ્તો જ બચતો નથી.
