પુણા વિસ્તારમાં કબ્જા રસીદવાળા મકાનોના દસ્તાવેજ કરી માલિકી હક આપવા, વરાછામાં સરકારી કોલેજ, ખાડી પેક કરી ડેવલપ કરવા તથા બંધ પડેલી હાઇટેન્શન લાઇન દૂર કરી રસ્તો ખુલ્લો કરવા સહિતની માંગ સાથે સ્થાનિકોએ જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું.
રવિવારે સાંજે પુણા વિસ્તારના લોકોએ બસ સ્ટેન્ડથી રેલીની શરૂઆત કરી હતી. સીતાનગર ચોક થઈ બજરંગ નગર-બુટભવાની ચોક થઈ ગીતાનગર, નંદનવન ચોક થઈ માતૃશક્તિ હાઈટેન્શન લાઈન, શાંતિનિકેતન સોસાયટી થઈ, નારાયણ નગરથી કારગીલ ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 70થી વધુ સોસાયટીના પ્રમુખો અને આગેવાનો જોડાયા હતા. હવે શહેરના તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીને પણ એક પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળી રજુઆત કરશે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો લડત આપી રહ્યા છે. આ મુદ્દા પર નેતાઓ ચૂંટણી પણ લડે છે. જો કે આજદિન સુધી હલ આવ્યો નથી.