એક્ટ્રેસ પાયલ ઘોષે(payal Gosh) ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ(Anurag kashyap) પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક ન્યુઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં પાયલે દાવો કર્યો કે 200થી વધુ એકટ્રેસ સાથે અનુરાગ કશ્યપના સબંધ રહ્યા છે. એમાં પાયલે રિચા ચઢ્ઢાનું નામ સામેલ જણાવ્યું. પાયલના આક્ષેપો પર રિચા ચઢ્ઢા(Richa chadha)એ પ્રેસ રિલીઝ કરી પોતાનો પક્ષ મુક્યો છે.
પાયલ વિરુદ્ધ લીગલ એક્સન લેશે રિચા
રીચાના નિવેદનમાં એમના વકીલ તરફથી તમામ આરોપો ખોટા ગણાવ્યા છે. લખ્યું છે, જેવી રીતે રિચાનું આ સમગ્ર વિવાદમાં ખોટું અને અનાવશ્યક રીતે લેવામાં આવ્યું છે એની અમે નિંદા કરીએ છીએ. રીચાનું માનવું છે કે જો કોઈ પણ રીતે કોઈ સાથે ખોટું થયું છે તો એમને ન્યાય મળવો જોઈએ. મહિલાઓને સન્માન અને એમની બરાબરી આપવા ઘણા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે.
‘આ બધા અધિકારોને કોઈ બીજી મહિલાને હેરેસ કરવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને જે દવાઓ સમગ્ર રીતે ખોટા અને નિરાધાર છે. રીચાના વકીલે પ્રેસ રિલિઝમાં જણાવ્યું, તેમણે ખોટા આરોપો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરુ કરી છે. રિચા બધા કાનૂની અધિકારોનો ઉપયોગ કરશે.’
બૉલીવુડ બે ભાગમાં વેચાયું

અનુરાગ કશ્યપ પર મીટુ હેઠળ આરોપ પછી બૉલીવુડ બે ભાગમાં વેચાય ગયું છે. એક બાજુ તાપસી પન્નુ, ગુનીત મોંગા, અંજના સુખાની, સુરવીન ચાવલા, અનુભવ સિંહ અને મોહમ્મદ જીશાન ડાયરેક્ટરના સપોર્ટમાં આવ્યા છે. ત્યાં જ કંગના રનોતએ અનુરાગ કશ્યપને અરેસ્ટ કરવાની માંગ કરી છે. આ સમગ્ર વિવાદમાં અનુરાગ કશ્યપનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પાયલ ઘોષના આરોપોને ખોટા ને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા.
