સુરત મહાનગરપાલિકા બ્રિજને બંધ કરવાની જાહેર નોટિસ માટે ટ્રાફિક ) પોલીસને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં બ્રિજની તમામ પેરાપેટવોલ તોડી એક્સેસ ખૂલ્લા કરવામાં આવ્યા છે. એક સાથે બે માસ બાદ બે બ્રિજ શહેરીજનો માટે ખુલ્લા કરવાનું મનપાનું આયોજન છે. વર્ષ 1998-99 માં બનેલા ડો . બાબાસાહેબ આંબેડકર રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર રીપેરિંગની કામગીરી શરુ કરવાની હોવાથી મોટાભાગે આગામી અઠવાડિયાથી આ બ્રિજ રીપેરિંગની કામગીરી માટે અંદાજે દોઢ – બે મહિના સુધી બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે .

મનપા દ્વારા ટ્રાફિક પોલીસ ઓથોરિટીને આ અંગે જાહેરનામું બહાર પાડવા માટે સંમતિ હેતુ પત્ર પાઠવી દેવાયો હોવાની માહિતી મળી છે . રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ દોઢ રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ નીચે તમામ પ્રકારની રીપેરિંગની કામગીરી મોટેભાગે પૂર્ણ થઇ છે. હવે બ્રિજની અંદાજે 225 થી વધુ બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે . આ કામગીરી માટે મનપાએ ઇજારો આપી દીધો છે. અને અંદાજે બ્રિજ દોઢ – બે મહિના સુધી બેરિંગ બદલવાની કામગીરી માટે બ્રિજ બંધ રાખવો પડે તેમ છે . આ અંગે આગામી દિવસમાં મોટા ભાગે આવતા અઠવાડિયે જાહેર નોટિસ ઇસ્યુ કરવામાં આવશે.
બ્રિજ બંધ થવાથી તમામ ટ્રાફિક નીચે ડાયવર્ટ થશે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ગત સપ્તાહે ડેમો પણ કરી દીધો હતો . નોંધનીય છે કે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજને સમાંતર સહારા દરવાજા જંક્શન પર ફ્લાય ઓવર , રેલવે ઓવર બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે . રેલવેના હિસ્સામાં એકમાત્ર ગર્ડર મૂકવાની કામગીરી બાકી છે . રેલવે વિભાગ તરફથી આગામી એક – બે સપ્તાહમાં આ અંગેની મંજૂરી પણ મળી જાય તેવી સંભાવના છે . રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ બંધ રહે તે સમયગાળા દરમિયાન જ રેલવેની મંજૂરી મળ્યેથી આ કામગીરી પણ પૂર્ણ થશે અને રિંગરોડ ફ્લાયઓવર બ્રિજના રીપેરિંગની કામગીરી સાથે આ બ્રિજને જોડતો સહારા દરવાજા જંક્શન પર ફ્લાયઓવર – આરઓબી ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.