દેશ હજુ ઈરફાન ખાનની મોતની ખબર થી નીકળ્યો નથી અને દિગ્ગજ બૉલીવુડ એક્ટર ઋષિ કપૂરનું આજે સવારે 8:45એ નિધન થઇ ગયું. તેઓ લ્યુકેમિયા બીમારીથી પીડિત હતા. ફિલ્મ જગતમાં કપૂર ખાનદાનની બોલબાલી છે. ઋષિ કપૂર ત્રીજી પેઢીના સદસ્ય હતા જેમણે ફિલ્મોમાં કામ કર્યું, જણાવી દઈએ કે ત્રીજી પેઢીમાં રાજ કપૂર-કૃષ્ણાના દીકરા, રણધીર, ઋષિ, રાજીવ, રીતુ નંદા અને રીમા જેન છે.

ઋષિ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “બાળપણથી જ અમારા ઘરનો માહોલ ફિલ્મોનો રહ્યો છે, અમે નાનપણથી જ ફિલ્મો બનતા જોઈ છે. એ દરમિયાન મનમાં ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા જાગી ગઈ. કારણ કે એવા પરિવારમાં તાલ્લુક રાખું છું, જ્યાં એક્ટિંગ લોહીમાં છે.

ઋષિ કપૂરએ કહ્યું હતું, “હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મેં એવા પરિવારમાં જન્મ લીધો છે જેને દેશને છેલ્લા ઘણા વર્ષોથી મનોરંજન કર્યો છે. રિશીએ કહ્યું હતું કે હું પરિવારની ત્રીજી પેઢી છું છે ફિલ્મોમાં કામ કરી રહી છે. હું પોતાને કિસ્મતવાળો સમજુ છું કે મારા બાળકો પણ આ પ્રથાને આગળ વધારી રહ્યા છે. જણાવી દઈએ કે ઋષિ કપૂરનો દીકરો રણવીર કપૂર પણ એક્ટર છે. ત્યાં જ કપૂર પરિવાર ફિલ્મો માટે ઓળખાય છે, ત્યાં જ આ પરિવારના સભ્યોનું મન ચોપડામાં ન લાગતું હતું. ઋષિ કપૂરએ ધોરણ 8 સુધી જ અભ્યાસ કર્યો હતો.

રણવીરએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે ધોરણ 10માં તેમને 58% માર્ક્સ આવ્યા હતા ત્યારે એમના પરિવારે અમેરિકામાં આ વાતને લઇ જશ્ન મનાવ્યો હતો. એવરેજ માર્ક્સ પર પણ જશ્ન મનાવવાનું કારણ કે તેઓ એમના પરિવારના પહેલી એક-બે પેઢીમાં કોઈ પણ 10મી પાસ ન કરી શક્યું હતું.

રણવીરને જણાવ્યું હતું કે, “અભ્યાસને લઇ મારા પરિવારનો ઇતિહાસ સારો નથી રહ્યો. મારા પિતા 8માં ધોરણમાં ફેલ થઇ ગયા હતા, મારા કાકા 9મીમાં અને મારા દાદા છઠ્ઠીમાં. હું વાસ્તવમાં પરિવારમાં સૌથી વધુ ભણેલો સદસ્ય છું. મને 10માં ધોરણમાં 58% માર્ક મળ્યા હતા ત્યાં જ બેસ્ટ 5 સબ્જેક્ટ્સમાં 60% અંક મળ્યા હતા.”

ઋષિએ જણાવ્યું કે મારા પિતાજી સાથે ઘણા સારા સબંધ હતા. બાળપણમાં અમે જોયા કરતા કે મારા પિતાજી ફિલ્મોમાં કેટલું કામ કરતા હતા. એવામાં એમની સાથે સમય પસાર કરવાનો ઓછો સમય મળતો હતો. કારણ કે અમે સવારે ઉઠી સ્ફુટ જતા રહેતા, ત્યાં સાંજે જયારે પિતાજી ઘરે આવતા ત્યારે અમે સુઈ જતા. પરંતુ એ દરમિયાન તેઓએ અમારી પરવરિશમાં કોઈ કમી ન રાખી હતી. હવે હું પણ ફિલ્મોમાં કામ કરી રહ્યો છું તો એ અહેસાસ થાય છે કે સમયની કમી થાય, પરંતુ છતાં પરિવાર માટે સમય કાઢવો કેટલો જરૂરી છે.
આ પણ વાંચો : ઓરિસ્સા સરકાર પોતાના રાજ્યના શ્રમિકોને સ્વીકારવા તૈયાર, 4 દિવસમાં આટલા શ્રમિકો ગયા વતન
