નવરાત્રીના નવ દિવસ માતાજીની પૂજા કરી દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે સત્યનો અસત્ય પર વિજય થયો હતો જેથી વિજયાદશમી તરીકે પણ ઓળખાય છે

ભગવાન શ્રીરામે લંકા જઈને રાવણનો વધ કર્યો હતો. આ ખુશીમાં જ દશેરાનો તહેવારો મનાવવામાં આવે છે. દશેરાની કથા પાંડવો સાથે પણ જોડાયેલી છે શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે. આતિશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ ઘણા રાજ્યોમાં નવ દિવસ માતાજીની ગરબી મૂકે છે અને દસમા દિવસે એ ગરબીને માતાના મંદિરે વિદા કરી આવે છે
દશેરાનો દિવસે ભગવાન શ્રીરામ અને નીલકંઠના દર્શન કરવા તે શુભ માનવામાં આવે છે. નીલકંઠ ભગવાન શીવનું પ્રતિક છે અને તેમના દર્શનથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દશેરાના દિવસે ગંગામાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે. દશેરાના દિવસે લોકો ગંગા અને અન્ય ઘણી નદીઓમાં સ્નાન કરે છે.