દેશમાં પ્રદુષિત નદીઓનો આંકડો જાહર કરવામાં આવ્યો છે. જેમાં 351 નદીઓ માંથી નર્મદા, સાબરમતી સહિતની 20 નદીઓ ગુજરાતની છે આ આંકડા સાથે પ્રદુષિત નદીઓમાં ગુજરાતનો પાંચમુ નંબર આવે છે. લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 53 નદીઓ જ્યારે ભારતમાં કુલ 351 નદીઓ અત્યંત પ્રદૂષિત છે. બીજા ક્રમે આસામ, ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ અને ચોથા ક્રમે કેરળમાં સૌથી વધારે નદીઓ દુષિત છે.

ગુજરાતની સાબરમતી, નર્મદા, અમલાખડી, ભાદર, ભોગાવો, ખારી, વિશ્વામિત્રી, ભાદર, ત્રિવેણી, અમરાવતી (નર્મદાની શાખા), દમણગંગા, કોલક, માહી, શેઢી, તાપી, અનાસ, બલેહવર ખાદી, કીમ, મેશ્વા, મિંઢોળા જેવી નદીઓ પ્રદૂષિતની યાદીમાં સામેલ છે.

સરકાર દ્વારા નદીઓના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. સાબરમતી નદીની સફાઈ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને તાપી નદી માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આટલા બધા ખર્ચ છતાં આ નદીઓ શુદ્ધ થઇ નથી. કેન્દ્રના આંકડાથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

અમદાવાદની મધ્યમાથી પસાર થતી સાબરમતી નદીમાંથી તાજેતરમાં જ 500 ટન કચરો કાઢવામાં આવ્યો છે. સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે બે વર્ષ પહેલા 500 કરોડ ફાળવાયા હતા.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર ની 53 નદીઓ, આસામની 44 નદીઓ, મ.પ્રદેશની 22, કેરાલાની 21, ગુજરાતની 20, ઓડિસાની 19, પ. બંગાળની 17 અને કર્ણાટકની 17 નદીઓનો પ્રદુષિત નદીઓની યાદીમાં સમાવેશ થયો છે.
