હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહી છે. NCB હાલમાં આ કેસને ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી છે. જેમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટની સુનાવણી ભારે વરસાદના કારણે મંગળવારના ટળી ગઈ. ભારે વરસાદના કારણે મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રજાની જાહેરાત કરી દીધી. આ જાહેરાત પહેલા વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતુ કે, આ અરજી સુનાવણી માટે બુધવારના થશે.

રિયાએ લગાવ્યા આરોપ
- રિયાના વકીલે જણાવ્યું કે, હવે તેમના કેસની સુનાવણી ગુરૂવારના થશે.
- રિયા ચક્રવર્તીએ મુંબઈની જેલમાં 2 અઠવાડિયા બાદ જામીન માટેની બીજી અરજીમાં NCB સહિત ત્રણ કેન્દ્રિય એજન્સીઓ પર ‘વિચહંટિંગ’નો આરોપ લગાવ્યો છે.
- રિયાએ કહ્યું કે, એજન્સીઓ પાસે તેની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.
- તેમજ ‘સુશાંત સિંહ રાજપૂતે પોતાની ડ્રગ્સ આદતને ચાલું રાખવા માટે નજીકના લોકોનો લાભ ઉઠાવ્યો.’
- સુશાંત સિંહ રાજપૂત એકલો ડ્રગ્સ લેતો હતો અને તે પોતાના સ્ટાફ મેમ્બર્સને ખરીદી માટે કહેતો હતો.
- સુશાંત આજે જીવતો હોત તો તેના પર ઓછી માત્રામાં ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો જે એક વર્ષની કેદ સાથે જમાનત સજા હોય છે.
- સુશાંતે તેના ભાઈ, તેને અને પોતાના ઘરના કર્મચારીઓનો પોતાની ડ્રગ્સની આદતોને આસાન બનાવવા માટે સૌથી નજીકના લોકોનો ફાયદો ઉઠાવ્યો.
રિયાની જમીનની અરજી NDPS અદાલતે ફગાવી દીધી છે. હવે રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. વિશેષ અદાલતે ન્યાયિક કસ્ટડીનો સમય 6 ઑક્ટોબર સુધી વધાર્યો છે. સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની સાથે NBCએ શૌવિકની 5 સપ્ટેમ્બરે સુશાંતને માદક દ્રવ્ય મેળવવા અને પૈસા આપવાના આરોપમાં ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ફિલ્મ પછી ટીવીનો વારો, આ ટીવી એક્ટર્સના ઘરે NCBની રેડ
