હાલમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં કેસની આગામી તપાસ CBI દ્વારા કરવામાં આવી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સહિત અન્ય 6 લોકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો બાદ EDએ મની લોન્ડ્રિંગનો (Money Laundering) કેસ દાખલ કર્યો હતો. જેને લઈને રિયા ચક્રવર્તીને સમન્સ બજાવ્યા હતાં. ત્યારબાદ 7 ઓગસ્ટના રોજ રિયા EDની ઓફિસ પહોંચી હતી. ત્યાં તેની સાથે લગાતાર 8 કલાક પૂછપરછ ચાલી હતી. જેમાં રિયાએ સુશાંતની કઈ પ્રોપર્ટી પોતાની પાસે છે તેનો ખુલાસો કર્યો હતો.

આ પૂછતાછમાં રિયાએ બે ફોટા શેર કરી જણાવ્યું હતું કે તેની પાસે સુશાંતની કઇ પ્રોપર્ટી છે. આ તસવીરોમાં એક સુશાંતનાં હાથે લખવામાં આવેલી આભાર નોટ છે. જ્યારે અન્ય એક તસવીર સીપરની છે. આ આભાર નોટમાં સુશાંતે રિયા તેનાં પરિવાર તેમજ તેમનો ડોગી ફજનો આભાર માને છે. આ આભાર નોટમાં દરેકના નામનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. જેમા, લીલૂ. એટલે શોબિક, બબ્બૂ એટલે હું, સર એટલે મારા પિતા, મેમ એટલે મારી મમ્મી અને ફજ અમારા ડોગીનું નામ છે.
આ પણ વાંચો : શા માટે રિયાએ સુશાંતને 5 દિવસમાં 25 વખત કર્યા ફોન ? કોલ ડીટેલને લઈને થયા ચોંકાવનાર ખુલાસા
તે ઉપરાંત એક તસવીરમાં સિપર છે. જેનાં પર છીછોરે લખ્યુ છે. આ અંગે રિયાનું કહેવું છે કે, સુશાંતની આ બે સંપત્તિ છે જે તેની પાસે છે. પરંતુ, સુશાંતે રિયા અને તેનાં પરિવારને આભાર પત્ર ક્યારે લખ્યો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સુશાંતના કેસ મામલે CBI પણ તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે, CBI પણ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. ત્યારે રિયાએ વધુ પ્રશ્નોનાં જવાબ આપવાનાં રહેશે. રિયા ઉપરાંત રિયાનાં ભાઇ શોવિકની સાથે પણ EDએ પૂછપરછ કરી હતી. શૌવિક અને સુશાંત સારા મિત્રો હોવાની વાતો સામે આવી છે.
