રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં વાહન વ્યવહારો પણ પ્રભાવિત થયા હતા., જેને લઇ રાજ્યમાં 225 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 18 સ્ટેટ હાઇવે તેમજ 207 પંચાયત હેઠળ આવતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે
રાજ્યમાં 18 સ્ટેટ હાઇવે બંધ
– સુરતના 6, વડોદરા, રાજકોટના 1-1 હાઈવે બંધ
– વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, રાજકોટ, દેવભુમી દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદરના 1-1 સ્ટેટ હાઈવે બંધ

પંચાયતના 207 રસ્તાઓ બંધ
વડોદરા 10, નર્મદા 4, છોટાઉદેપુર 1, દાહોદ 2, ભરુચ 2, સુરત 94, તાપી 44, નવસારી 17, વલસાડ 15, ડાંગ 9, રાજકોટ 1, દેવભુમી દ્વારકા 2, જુનાગઢ 3 અને પોરબંદર જિલ્લાના 3 રસ્તાઓ બંધ
સરદાર સરોવરમાં ભારે પાણીની આવક
સરદાર સરોવર ડેમમાં પણ પાણીની જોરદાર આવક થતા ડેમની જળસપાટી 120 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 28000 ક્યુસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 31 સેન્ટિમીટરનો વધારો થયો છે. હજી પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો 1173 મિલિયન ક્યુબીક મીટર છે
રાજ્યમાં આજે 10 વાગ્યા સુધીમાં 154 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો। જેમાં કામરેજમાં 4 ઈંચ, માંડવીમાં 3.5 ઈંચ, ઉમરપાડામાં 3.5 ઈંચ, ઓલપાડમાં 2.5 ઈંચ, સુરતના સુરત સીટી અને ઓલપાડમાં અઢી ઇંચ, માંગરોલ અને બારડોલીમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં નોંધાયો વરસાદ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
