નવા ટ્રાફિક નિયમો શરૂ થતા વાહનમાલિકોની હાલત કફોડી રહી છે. એચએસઆરપી (નંબર પ્લેટ) માટે વાહનમાલિકોનો ધસારો આરટીઓ કચેરી ઉપર રોજેરોજનો થઇ રહ્યો છે. એચએસઆરપી માટે વાહનમાલિકોને એપોઇમેન્ટ ઓનલાઇન લેવાની છે. પરંતુ એની ફી ભરવા માટે તો વાહનમાલિકોને કચેરી રૂબરૂ આવવું પડે છે. વાહનમાલિકો અત્યારે સરેરાશ રૂ.900 થી 1000 જેટલી ફી ભરી રહ્યા છે અને રૂ.700-750 નંબર પ્લેટનું ફીટમેન્ટ થાય છે.
એચએસઆરપી સિવાયની તમામ ફી આરટીઓ કચેરીમાં ઓનલાઇન સ્વીકારાય છે, માત્ર એચએસઆરપીને જ આમાંથી બાકાત રાખવામાં આવી છે. એચએસઆરપી માટે છ-આઠ મહિના પહેલા વાહનમાલિકો ઓનલાઇન ફી ભરી શકતા હતા. પરંતુ અત્યારે એચએસઆરપી માટે ઓનલાઇન એપોઇમેન્ટ લેનાર વાહનમાલિકો નિયત ઓનલાઇન ફી ભરી શકતા નથી. પણ ક્યાં કારણસર ઓનલાઇન ફી ભરવાનું બંધ કરવામાં આવ્યું તે વાહનમાલિકો સમજી શકતા નથી.
એચએસઆરપી માટે ઓનલાઇન એપોઇમેન્ટ લીધા પછી વાહનમાલિકોને ફી ભરવા માટે કચેરીની લાઈનમાં ચાર થી પાંચ કલાક ઉભા રહેવું પડે છે. આ કારણે વાહનમાલિકોનો સમય બગડે છે. એટલે સ્વાભાવિક રીતે એ વાહનમાલિક ઓટોડીલર પાસે આવું કામ કરાવવા જવા તૈયાર થાય. ઓટોડીલરો એચએસઆરપી માટેની ફી ઓનલાઈન ભરી શકે છે અને એપોઇન્ટમેન્ટ લઈને નંબર ફીટ પણ કરી આપે છે.
વાહનમાલિકો દ્વારા ડોક્યુમેન્ટ અપલોડીંગમાં ભૂલ, એટલે સુવિધા નહી
ઓનલાઇન પેમેન્ટની સુવિધા બંધ કરતા આવી સ્પષ્ટતા આપવામાં આવી છે કે, ઓનલાઇન એપોઇમેન્ટ લેનારા વાહનમાલિકો ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ભૂલો કરતા હોવાને કારણે સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાના નિવારણ માટે વાહનમાલિકોને માત્ર ઓનલાઇન એપોઇમેન્ટ આપવામાં આવૅ છે અને ફી ભરવા માટેની કામગીરી ઓફલાઈન રાખવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.