સુરતમાં તા.28/09/2020થી તા. 06/10/2020 સુધી ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે સેન્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારીમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાય તે માટે તમામ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પરીક્ષાના કેન્દ્રોથી 100 મીટરના વિસ્તારમાં 4 કે 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર અને સભા ને સરઘસો કાઢવા પર પોલીસ કમિશ્નરે મનાઈ ફરમાવી છે.
પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની અંદરના નિયમો
- સોશિયલ ડિસ્ટન્સનો કડક પાલન
- માસ્ક પહેરવું
- સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
- વાહન ઉભા રાખવા પર પ્રતિબંધ
- પરીક્ષાના બિલ્ડિંગમાં વિધાર્થી અને પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓને મોબાઈલ, ઇલેકટ્રોનિક ડિવાઇસ કે કોમ્યુનિક્શન સિસ્ટમ લાવવા પર પ્રતિબંધ
પરીક્ષા માટેના કેન્દ્રો
- વી.ડી. દેસાઈ માધ્યમિક શાળા, પાણીનીટાંકી પાસે, અડાજણ
- શ્રી સરસ્વતી વિદ્યાલય યુનિટ-01, હની પાર્ક રોડ
- એલ.એચ. બોઘરા હાઈસ્કૂલ યુનિટ-01 પાણીની ટાંકી સામે, અડાજણ
- સીટીજન સે.ક. સ્કૂલ, મંગલતીર્થ એપાર્ટમેન્ટની બાજુમાં, હની પાર્ક રોડ, અડાજણ
- શ્રીમતી એલ. એન.બી દાડીયા હાઈસ્કૂલ કવિ કલાપી ગાર્ડન પાસે, અડાજણ, સુરત
- આઈ. એન. ટેકરાવાલા હાઈસ્કૂલ, પાલનપુર પાટીયા, અડાજણ
- સરદાર પટેલ વિદ્યાલય, પાલ
- બાપ્સ સ્વામી નારાયણ વિદ્યાલય, સ્વામી નારાયણ મંદિર પાસે, અડાજણ
- શાંતિનિકેતન વિદ્યા વિહાર, વર્ષા સોસાયટી, પાલનપુર જકાતનાકા રોડ, અડાજણ
- એસ.ટી. માર્કસ હાઈસ્કૂલ, ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, અડાજણ
- રિવર ડેલ એકેડમી ઈંગ્લીશ મીડીયમ, ટી.જી.બી હોટલ પાસે, અડાજણ
- વિદ્યાકુંજ માધ્યમિક શાળા ઈંગ્લીશ મીડીયમ, પાલનપુર જકાતનાકા, રાંદેર
- પ્રેસિડેન્ટ સ્કૂલ માધ્યમિક શાળા, યુનિટ- 01, ન્યુ રાંદેર
- ધ પંચશીલ માધ્યમિક શાળા ( ડો. રાણા વિદ્યાસંકુલ ), પાલનપુર પાટીયા, રાંદેર રોડ
- ધ રેડિયન્ટ ઈંગ્લીસ એકેડમી, યુનિટ-01, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા
- માધવ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર, રાજવિહાર રો-હાઉસની બાજુમાં, રાંદેર
- લોકમાન્ય હાઈસ્કૂલ, મોટી ફળિયા, રાંદેર
- પીપરડીવાલા, અં.મા. હાઈસ્કૂલ, એસ.વી. પટેલ, રાંદેર રોડ
- એમ.એ. બોયસ સ્કૂલ, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર
- એમ. એ. સવાણી વિદ્યાલય, પાલનપુર જકાતનાકા, કેનાલ રોડ
- સંસ્કાર ભારતી વિદ્યાલય, ગુ, મા, પાલનપુર પાટીયા
