શહેરમાં કોરોનાએ આતંક મચાવી રાખ્યો છે. સરકાર દ્વારા કોરોનાનો ફેલાવો રોકવા તમામ યોગ્ય પગલાં લેવાઈ રહ્યા છે. વધારે લોકોને એક જગ્યાએ ભેગા થવાની ના પાડવામાં આવી છે. ત્યારે બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. વડોદરા ખોડિયાનગર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. એક વ્યક્તિને માતાજી આવ્યાની જાણકારી મળ્યા બાદ લોકોના ટોળે ટોળે એકઠા થઈ ગયા હતા. પોલીસે કાર્યવાહી કરતા 6 લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો : 4 મહિનાના દીકરો અને 83 વર્ષીય દાદી સહીત એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો
શું છે સમગ્ર મામલો ?
- કોઈ વ્યક્તિને માતાજી આવી હોવાની ખબર મળતા લગભગ 3 હજાર લોકો થયા ભેગા
- ગઈકાલ રાતથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા
- આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો વડોદરા ખાતે એકઠા થયા
- એક બીજા પર અબીલ અને ગુલાલ ઉડાવી, ઢોલ અને નગારાના તાલે લોકો ઝૂમી રહ્યા હતા
- કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ ન હતું અને કોઈએ માસ્ક પણ નથી પહેર્યું
- પોલીસે ટોળાને વિખેરીને એપેડેમીક ડિસીઝ એક્ટ મુજબ કાર્યવાહી કરી
આ પણ વાંચો : 53 કરોડ પશુઓને આધાર નંબર આપશે સરકાર
