અમેરિકાની એરસ્ટ્રાઇક પછી ઈરાન અને અમેરિકા વચ્ચે ટેંશન વધી ગઈ છે. શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયામાં શુક્રવારે 42 પૈસા ઓછા થઈને 71.80 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જિયોપોલિટિકલ ટેન્શનના કારણે આંતર રાષ્ટ્રીયસ્તર પર ખરીદીમાં તેજીના કારણે સોનાના ભાવમાં વધારો થયો.’ જેના કારણે દુનિયાભરના રોકાણકારોએ પોતાના પૈસા શેરબજારમાંથી કાઢીને સોનામાં લગાવવાનું શરુ કરી દીધું છે. આ કારણે રુપિયા કમજોર પડ્યો છે.
રૂપિયાના કમજોર પડવાના કારણે ભારતમાં થશે જીવનજરૂરી વસ્તુઓ મોંઘી
રૂપિયાના કમજોર પાડવાના કારણે વિદેશમાં જવા પર ખર્ચ વધી જશે. ભણતા ભારતીય વિદ્યાર્થીઓપર પણ અસર પડશે.
વિદેશ યાત્રા પર જનાર ભારતીયોને પણ વધારે ખર્ચ કરવો પડશે.
કાચા તેલના સપ્લાયમાં ઘટાડો આવી શકે છે. તેથી ક્રૂડનો ભાવ વધી ગયો છે.
ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની નોમુરાના અનુમાન મુજબ, કાચા તેલના ભાવોમાં 10 ડૉલર પ્રતિ બૅરલના વધારાથી ભારતના રાજકોષીય ખોટ અને કરન્ટ એકાઉન્ટ બેલેન્સ પર અસર થાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ મોંઘું થવાથી તેલ કંપનીઓ પર દબાણ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે.
આ પણ વાચો : અમેરિકા અને ઈરાનની વોરના કારણે આ વસ્તુ હવે થશે મોંઘી

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.