રશિયા અને યુક્રેન વચ્ચે ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યો છે. ત્યારે રશિયાએ કિવ પર કબજો મેળવવા માટે હુમલા વધારી દીધા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. આ તરફ અમેરિકા, યુરોપીય સંઘ અને બ્રિટને રશિયાની સેન્ટ્રલ બેંક પર પ્રતિબંધ મુકી દીધો છે. જર્મનીએ રશિયન વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. પશ્ચિમી દેશોએ રશિયન બેંકોને સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમમાં પ્રતિબંધિત કરી આ નિર્ણયનું યુક્રેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્યામલે ટ્વિટમાં લખ્યું હતું કે, તમારા સૌનો આભાર. તમે આ સમયે અમારૂં સમર્થન કર્યું. યુક્રેનના લોકો આ કદી નહીં ભૂલે.
BREAKING: Oil depot on fire after missile strike near Kyiv pic.twitter.com/TQkz7s8xiq
— BNO News (@BNONews) February 26, 2022
આ ઉપરાંત કીવમાં તેલ ડેપો પર મિસાઈલ હુમલા બાદ ઝેરી ધૂમાડો ફેલાયો છે. આ કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ બધા વચ્ચે લોકોને ઘરની બહાર ન નીકળવા અને બારી પણ ન ખોલવાની ચેતવણી આપવામાં આવી છે. રશિયા ખૂબ જ આક્રમક બની ગયું છે. તેણે યુક્રેનના ખારકીવ ખાતે એક ગેસ પાઈપલાઈનને ઉડાવી દીધી છે. જ્યારે વાસિલ્કિવ શહેરમાં રશિયન બેલિસ્ટિક મિસાઈલ્સ વડે એક તેલ ડેપોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે.