બે દિવસ પહેલા રશિયાએ યુક્રેનમાં હુમલો કરતાં ખારકીવ શહેરમાં ભારતના કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પાનુ મોત નીપજ્યું હતુ. જેને લઈ રશિયાએ ખાતરીપૂર્વક જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવશે. સાથે સાથે રશિયાના ભારત સ્થિત રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યુ હતુ કે, આ વિદ્યાર્થીના મોત પર રશિયાને દુખ છે. રશિયન રાજદૂતે સાથે સાથે કહ્યુહ તુ કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયાની બોર્ડરથી સુરક્ષિત પાછા લાવવા માટે અમે એક કોરિડોર બનાવી રહ્યા છે.
રશિયન બોર્ડરથી પાસે ખારકીવ, સુમી અને બીજા વિસ્તારોમાં ફસાયેલા ચાર હજાર ભારતીયો ફસાયેલા છે. રશિયાએ કહ્યુ છે કે, આ વિદ્યાર્થીઓને વહેલી તકે રશિયન વિસ્તારમાં લાવવા માટે કોશિશ થઈ રહી છે.રશિયામાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને ભારત સાથે રશિયા કામ કરી રહ્યુ છે.રશિયન અધિકારીઓ એક કોરિડર બનાવવાનુ કામ કરી રહ્યા છે.જેથી ભારતીયોને યુક્રેનમાંથી બહાર લાવી શકાય.
રાજદૂતે યુએનમાં ભારતના નિષ્પક્ષ વલણ માટે આભાર માનતા કહ્યુ હતુ કે, અમને આશા છે કે ભારતનુ આ પ્રકારનુ વલણ આગળ પણ ચાલુ રહેશે. સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, વર્તમાન તનાવની અસર ભારત દ્વારા રશિયા પાસે ખરીદાયેલી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમના સોદા પર પણ નહીં પડે.અમારી પાસે આ ડીલને યથાવત રાખવા માટે ઘણા રસ્તા છે.