પુરી દુનિયાને પાછળ છોડીને રૂસ(Russia) સૌથી આગળ નીકળી ગયું છે. દુનિયાની પહેલી કોરોનાની વેક્સીન(First Corona Vaccine)ને મંજૂરી મળી ગઈ છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(vladimir putin) મંગળવારે એનું એલાન કર્યું. તેમણે કહ્યું કે રશિયામાં બનેલ પહેલી કોવિડ-19ની વેક્સીનને હેલ્થ મિનિસ્ટ્રી(Health Ministry)એ મંજૂરી આપી દીધી છે. પુતિને એ પણ જણાવ્યું કે તેમની દીકરીઓને પણ રસી લગાવવમાં આવી. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આજે સવારે દુનિયામાં પહેલી વખત, નવા કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીન રજીસ્ટર થઇ.’ તેમણે બધાનો આભાર માન્યો જેને આ વેક્સીન પર કામ કર્યું છે. પુતિને કહ્યું કે વેક્સીન તમામ જરૂરી ટ્રાયલ માંથી પસાર થઇ ગઈ છે. આ વેક્સીન મોટા પાયદાન પર ઉત્પાદન માટે મોકલવામાં આવશે.
કોને મળશે સૌથી પહેલો ડોઝ ?

રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરશકો કહી ચુક્યા છે કે આ મહિનાથી હેલ્થ વર્કર્સને વેક્સીન આપવાની શરૂઆત થઇ શકે છે. રૂસમાં સૌથી પહેલા ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. ત્યાર બાદ સિનિયર સિટિઝનને આપવામાં આવશે.
કેટલા સમયમાં આવશે માર્કેટમાં ?
હાલ આ વેક્સીનના લિમિટેડ ડોઝ તૈયાર કરવામાં આવ્યા છે. રેગ્યુલેટરી એપ્રુવલ મળી ગયું છે તો વેક્સીનનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે. રશિયાએ કહ્યું છે કે તેઓ ઓક્ટોબર પહેલા દેશભરમાં રસી લગાવવાની શરૂઆત કરી શકે છે.
દુનિયામાં કોને મળશે પહેલી વેક્સીન ?

રૂસે દુનિયાભરમાં વેક્સીન સપ્લાય કરવાની વાત તો કહી પરંતુ ઘણા દેશો એ સ્વીકાર કર્યો નથી. પશ્ચિમી દેશો સહીત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે પુરી જાણકારી વગર વેક્સીન સપ્લાય કરવું યોગ્ય નથી. યુનાઇટેડ કિંગડમ પહેલા જ સ્પષ્ટ કહી ચૂક્યું છે કે તેઓ પોતાના નાગરિકોને રશિયાની વેક્સીનનો ડોઝ નહિ આપે. એવામાં બની શકે છે કે વેક્સીન દુનિયામાં બીજા દેશોમાં પણ ન મોકલવામાં આવે. રશિયાની સામાન્ય જનતા પર વેક્સીનની અસર જોઈને જ બીજા દેશો એના પર નિર્ણય લઇ શકશે.
કેટલો હશે આ વેક્સીનનો ભાવ ?

રશિયાની એજન્સી TASS મુજબ, રશિયામાં આ વેક્સીન ‘ફ્રી ઓફ કોસ્ટ’ ઉપલબ્ધ થશે. એના પર ખર્ચને દેશના બજેટથી પૂરું કરવામાં આવશે. બીજા દેશો માટે કિંમતનો ખુલાસો હજુ થયો નથી.
રિસર્ચર્સે પણ પોતે લગાવડાવી આ વેક્સીન
મોસ્કોની ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે એડેનોવાયરસનો બેઝ બનાવી આ વેક્સીન તૈયાર કરી છે. રિસર્ચર્સનો દાવો છે કે વેક્સીનમાં જે પાર્ટિકલ્સનો ઉપયોગ થયો છે તેઓ પોતાને રેપ્લિકેટ(કોપી)નહિ કરી શકે. રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં સામેલ ઘણા લોકોએ પોતાને આ વેક્સીનનો ડોઝ આપ્યો. કેટલાક લોકોને વેક્સીનનો ડોઝ આપ્યા પછી તાવ આવી શકે છે માટે પેરાસીટામોલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોનાને લઇ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠક, ગુજરાતને આપી આ સલાહ
