રશિયાનું યુક્રેન સાથેનું સમય મુજબ આગળ નથી વધી રહ્યું. ક્રેમલિનને તેમા તેનો વધુ પડતો આત્મવિશ્વાસ અને વ્યૂહાત્મક આયોજનની ગેરહાજરી નડી રહી છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને રોજનો 15 અબજ ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે. આ સંજોગોમાં એસ્ટોનિયન નિષ્ણાતનું કહેવું છે કે જો યુક્રેન બીજા દસ દિવસ ખેંચી ગયું તો રશિયા માટે રોકડ અને શસ્ત્રો બંને ખૂટી પડશે.
ગુપ્ત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ યુક્રેનનું લશ્કર દેશને બચાવવા જીવ પર આવી ગયું છે. તેના લીધે રશિયનોની બધી ગણતરી ઊંધી પડી રહી છે. ગઇકાલે યુક્રેન રાજધાની કીવ પરના હુમલાને ખાળવામાં સફળ રહ્યું હતું. એસ્ટોનિયાના ભૂતપૂર્વ ડીફેન્સ ચીફ રિહો તેરાસનો દાવો છે કે રશિયા પાસે નાણા અને શસ્ત્રો બંને ઝડપથી ખતમ થઈ રહ્યા છે. જો કીવ બીજા દસ દિવસ જાળવી ગયું તો રશિયા ઝેલેનોસ્કી સાથે વાટાઘાટ કરવી પડે તેવી સ્થિતિ આવી શકે છે. તેઓની પાસે બહુ-બહુ તો ત્રણથી ચાર દિવસ ચાલે તેટલા રોકેટ છે.
તેમણે એવું પણ કહ્યું છે કે, પુતિનના પ્લાનનો આધાર યુક્રેનને ડરાવવાનો, રહેણાક વિસ્તારો પર સમયાંતરે મિસાઇલો છોડીને લોકોને પજવણી કરવાનો જેથી લોકો ડરીને ભાગવા માંડે, યુક્રેનના લશ્કરના સૈનિકો પણ છોડીને ભાગવા માંડે, તેના પગલે યુક્રેન શરણાગતિ સ્વીકારી લેશે અને ઝેલેન્સ્કી યુરોપની ફ્લાઇટ પકડી લેશે. પરંતુ આમાનું કશું થઈ રહ્યું નથી. તેથી રશિયાએ યુક્રેન પર બધી દિશાએથી હુમલો કરવાના આદેશ આપ્યા છે.