રુસની કોરોના વેક્સીન Sputnik V ફરી એક વાર ચર્ચામાં આવી છે. રશિયાના સ્વસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, આ વેક્સિનને જે લોકો પર ટેસ્ટ કરવામાં આવી છે, તેમાથી સાતમાંથી એક વોલન્ટીયર પર સાઇડઇફેક્ટ જોવા મળી છે. તેમને સ્નાયુ અને સાંધામાં દુખાવો શરૂ થયો. જોકે વેક્સિન આપ્યાના બીજા દિવસે તે કંઈક અંશે ઓછો થઈ ગયો હતો. તેમણે કહ્યું, રસી લેનાર અંદાજે 14 ટકા લોકોમાં તેની સાઇડ ઇફેકટ જોવા મળી છે.
છેલ્લી ટ્રાયલ દરમિયાન પણ જોવા મળ્યા હતા સાઇડઇફેક્ટ્સ
જો કે મુરાશકોનું કહેવું છે કે આ સાઇડ ઇફેકટની પહેલેથી જ માહિતી હતી અને તેઓ બીજા જ દિવસે સ્વસ્થ થઇ ગયા હતા. આ રસીના ક્લિનિકલ ટ્રાયલની શરૂઆતના પરિણામ 4 સપ્ટેમ્બરના રોજ ધ લેંસેટ જર્નલમાં પ્રકાશિત કરાયા હતા. 76 લોકોને આ રસી બે ભાગમાં આપવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે Sputnik V સંપૂર્ણપણે સુરક્ષિત છે 21 દિવસ પછી અંદર એન્ટીબોડીઝનો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. લેન્સેટમાં પબ્લિશ થયેલો રિપોર્ટ જણાવે છે કે છેલ્લી ટ્રાયલ દરમિયાન પણ અનેક પ્રકારની સાઇડઇફેક્ટ્સ જોવા મળી હતી.
આ પ્રકારના જોવા મળ્યા સાઇડઇફેક્ટ
લેન્સેટ જર્નલની રિપોર્ટ મુજબ, 58% લોકોને દુખાવો, 50% લોકોનું શરીરનું તાપમાન વધ્યું અને 42 સ્વયંસેવકોને માથામાં દુખાવો થયો હતો. આ ઉપરાંત, 28% લોકોને નબળાઈ અને 24% લોકોને સ્નાયુઓ અને સાંધાનો દુખાવો થવા લાગ્યો હતો.
ભારતે પણ કર્યો છે 10 કરોડ ડોઝનો કરાર
થોડાંક દિવસ પેહલાં રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ ભારતીય કંપની ડૉકટર રેડ્ડીને 10 કરોડ રસીના ડોઝ આપવા માટે કરાર સાઇન કર્યો છે. વેક્સિન સપ્લાયની આ પ્રક્રિયા ટ્રાયલ પૂરો થયા બાદ વર્ષના અંત સુધીમાં શરૂ કરાશે. આ રસીને મંજૂરી આપતા પહેલાં ભારતમાં પણ લોકો પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કરાશે.
આ પણ વાંચો : બિહારથી ગુજરાત ચાઈલ્ડ ટ્રાફિકિંગનો પર્દાફાશ, 32 બાળકોને CIDએ બચાવ્યા
