વોશિંગ્ટનઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે સેના કરાર કરતા પહેલાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે સોમવારે બેઠક બાદ તેમણે કહ્યું કે, ભારત રશિયા સાથે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. આમા કોઈ પણ દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે કોઈ દેશ અમારે રશિયા પાસેથી શું ખરીદવું અને શું નહીં તેમાં દખલગીરી કરે.
શું છે S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ?
S-400 મિસાઈલ સિસ્ટમ, એસ-300નું અપડેટેડ વર્ઝન છે. જે 400 કિલોમીટરના વિસ્તારમાં આવતી મિસાઈલો અને પાંચમી પેઢીના ફાઈટર જેટને પણ ખતમ કરી દેશે. S-400 ડિફેન્સ સિસ્ટમ એક પ્રકારે મિસાઈલ શિલ્ડનું કામ કરશે, જે પાકિસ્તાન અને ચીનની અણું ક્ષમતાવાળી બૈલિસ્ટિક મિસાઈલોથી ભારતને સુરક્ષા આપશે. આ સિસ્ટમ એક વખતમાં 72 મિસાઈલ છોડી શકે છે. આ સિસ્ટમ અમેરિકાની સૌથી એડવાન્સ્ડ ફાઈટર જેટ F-35ને પણ તોડી પાડી શકે છે. સાથે જ 36 પરમાણું ક્ષમતાવાળી મિસાઈલો એક સાથે નષ્ટ કરી શકે છે. ચીન બાદ આ ડિફેન્સ સિસ્ટમને ખરીદનારો ભારતનો બીજો દેશ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સતત ભારત અને રશિયા વચ્ચે સૈન્ય કરાર પર નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. બે મહીના પહેલા જ્યારે ભારતે રશિયાને એડવાન્સ પેમેન્ટ કર્યુ, ત્યારે પણ અમેરિકાએ ધમકી આપતા કહ્યું હતું કે, ભારતનો આ નિર્ણય બન્ને દેશોના ગંભીર અસર કરશે. ટ્રમ્પ સરકારના અધિકારીઓ સતત કહેતા રહે છે કે ભારતને સૈન્ય કરાર માટે અમેરિકા અને રશિયામાંથી કોઈ એકને પસંદ કરવું પડશે
અમેરિકા કાટ્સા કાયદા હેઠળ પોતાના દુશ્મન પાસેથી હથિયાર ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવી શકે છે. જેથી હવે ભારત પણ રશિયા પાસેથી હથિયાર ખરીદવા માટે પ્રતિબંધો હેઠળ આવી શકે છે. તાજેતરમાં જ અમેરિકાએ તુર્કી પર S-400 સિસ્ટમ ખરીદવા માટે પ્રતિબંધ લગાવી દીધા હતા. સાથે જ તેની સાથે F-35 ફાઈટર જેટની ડીલ રદ કરી હતી.
