દેશમાં છેલ્લા કેટલા સમયથી CAA અને NRCને લઇ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે એવામાં બૉલીવુડ પણ આ મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે કેટલાક સેલેબ્સ એવા પણ જે ઘેરામાં આવ્યા કરણ કે તેમને આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી. હવે સૈફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ પોલિટિકલ મુદ્દાઓ પર પોતાની રાય કેમ નથી મુકતા.
એક ઇન્ટરવ્યૂ એ એમણે કહ્યું કે તેઓ હજુ પણ રાજનૈતિક ગતિવિધિઓ પર મજબૂત નજરિયા બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ કારણે તેઓ આવા મુદ્દાઓ પર પોતાની વાત મુકવાનું જરૂરી નથી સમજ્યું. સાથે જ એક્ટરે એ પણ કહ્યું કે ભારતમાં પોલિટિકલ મુદ્દાઓ પર તમે બોલો અલગ વાત અને એને અલગ રીતે સમજવામાં આવે છે. સૈફે કહ્યું કે તમે જોઈ શકો છો કે જેવી રીતે માહોલ એવી રીતે બનેલો છે કે એવામાં જો તમે કઈ પણ બોલશો તેનો મોટો પ્રભાવ પડશે અને કેટલાક વર્ગના લોકો એના મજા પણ લેશે.
સૈફે કહ્યું કે તેઓ આ મુદ્દા પર કઈ પણ બોલવું સારું નથી સમજતા. તેઓ એ વાત થી ખુશ છે કે તેઓ એક મંતવ્ય બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આનાથી ખરાબ મહેસુસ જરા પણ નથી કરતા। સૈફ અલી ખાન ફિલ્મ તાનાજી : ધ અનસંગ વોરિયરમાં જોવા મળશે। આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.