સુરતમાં બે અઠવાડિયાથી એક અજાણી મહિલા અને તેમના બે બાળક ફૂટપાથ પર રહેતા હતા. જેમના આસરા માટે 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી અને મહિલા સાથે બે બાળકોનું આશ્રય સ્થાન સખીવન સ્ટોપ બન્યું છે.

9 સપ્ટેમ્બર 2020એ 181 પર એક ફોન આવ્યો હતો કે, એક મહિલા બે બાળકો સાથે ફૂટપાથ પર અઠવાડિયાથી રહે છે. અને કોઇ આપી જાય એ ખાવાનું ખાય છે. આ સાંભળી અભયમ ટીમે તાત્કાલિત ઘટના સ્થળે પહોંચી તપાસ કરી અને મહિલા મળી આવી હતી. અભયમની ટીમે પીડિતા સાથે વાતચીત કરી પરંતુ કોઇ માહિતી ન મળી. મહિલાના ઘરનું સરનામું કે તેમના સગાં સંબંધીઓ અંગે પણ કોઈ માહિતી ન મળી. જેથી પીડિતા અને તેમના બાળકોને સખી વન stop સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે, જે અંગે 181 અભયમની ટીમે જણાવ્યું.
આ પણ વાંચો : ભારત અને જાપાનની આ ડીલે વધાર્યું ચીનનું ટેન્શન
