આ વર્ષે ગણતંત્ર દિવસ પર બાળ વીરતા પુરસ્કાર મેળવનાર મિઝોરમની 12 વર્ષની કેરોલિન માલસામતુઆંગીએ પોતાના ઈનામની રકમ એક નાની બાળકીને સાથે શેર કરી છે કેરોલિને આ બાળકીને મહિલા ટ્રેફિકરથી બચાવી હતી જે બાળકીનું અપહરણ કરીને સાથે લઇ જતી હતી. કેરોલિનાની હિમ્મતથી બચાવી હતી અને આરોપી મહિલાને પોલીસે પકડી લીધી હતી.
આઈઝોલની જુઆંગતુંઈ નિવાસી કેરોલિન ગયા શુક્રવારે થુઆલથુ ગામ પહોચી એ બાળકીને મળી અને તેની પુરસ્કારની અડધી રકમ બાળકીને આપી અને 10 હજાર રૂપિયાનો ચેક આપી દીધો. થુઆલથુએ ગ્રામીણોને કેરોલિનનું ભવ્ય સ્વાગત કર્યું. એમણે જણાવ્યું કે બાળકી કેરોલિનને ભેટી પડી.
26 જાન્યુઆરીએ મળ્યો હતો બાળ વીરતા પુરસ્કાર

કેરોલીન એ 22 બાળકોમાં શામેલ હતી જેમણે અદમ્ય સાહસ બતાવવા માટે આ વર્ષે બાળ વીરતા પુરસ્કારથી સન્માનિત આવ્યા હતા. કેરોલીનએ પોતાના પાડોશી ગામની એક 7 વર્ષની બાળકીને કિડનેપ કરી લઇ જઈ રહેલી મહિલાથી બચાવી હતી. ગયા વર્ષે જૂનમાં કેરોલિન જયારે પોતાના મિત્રો સાથે વોલીબોલ રમી રહી હતી ત્યારે તેમણે બાળકી અને મહિલાને સાથમાં જોઈ હતી.
ખભા પર બાળકીને લઇ ભાગી

ત્યારે કેરોલિનની લાગ્યું કે બંને સબંધી છે પરંતુ પોલીસ દ્વારા આગલા દિવસે માનવ તસ્કરી વિષે સતર્ક કરવા પર કેરોલિનએ મહિલા પાસે પાછી ગઈ અને એની સાથે વાતચીત શરૂ કરી. કેરોલિને જોયું કે મહિલા કોઈ કામમાં વ્યસ્ત છે. કેરોલીનએ સમય વ્યર્થ ન કરતા એ મહિલાને કહ્યું કે આ તે આ બાળકીનું ધ્યાન રાખી શકે છે. મહિલાએ કેરોલિનાની વાત મણિ લીધી અને સમય જોઈ કેરોલિન એ બાળકીને પોતાના ખભા પર બેસાડી ભાગી ગઈ. ત્યાર પછી પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી.
