ભારતમાં કોરોના વાયરસના કારણે લોકોએ બેંકોમાં જવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ATMથી થતા ટ્રાન્જેકશન વધ્યા છે જેની સાથે જ ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. વધતા જતા ફ્રોડ ઘટાડવા દેશની સૌથી મોટી SBIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેનું આગામી 18 તારીખથી અમલ થશે. હવે, વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPના આધારે ATM કેશ વિડ્રોઅલની સુવિધા 24×7 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. SBIના 24×7 OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલની સુવિધાથી સુરક્ષા વધુ મજબૂત બનશે. જેનાથી, SBIના ડેબિટ કાર્ડહોલ્ડર દગાખોરોથી, કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવાં જોખમો ઓછા થઇ જશે.
- 10 હજાર રૂપિયાથી વધુ રકમ વિડ્રો કરવા માટે OTPની જરૂર પડશે
- હાલમાં, રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી રકમ વિડ્રો કરવા માટે OTPની જરૂર પડતી હતી
- બેંકે 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કર્યો હતો
આ રીતે ઉપાડી શકાશે પૈસા
- 18 સપ્ટેમ્બરથી 10 હજાર કે તેનાથી વધુ પૈસા ઉપાડવા માટે ATMમાં અમાઉન્ટ એન્ટર કર્યા પછી બેન્કથી રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવશે
- આ OTPને ડેબિટ કાર્ડના પિન સાથે એન્ટર કરવાનો રહેશે
- આ રીતે ATMમાંથી પૈસા વિડ્રો કરી શકશો
