યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ લોકોને આપી કે કે રશિયા હજુ પણ આગામી દિવસોમાં કિવ પર અતિગંભીર હુમલો કરી શકે છે. દેશને સંબોધતા તેમણે લોકોને અડગ રહેવાની અપીલ કરી હતી. કિવમાં શસ્ત્રોની દુકાનોમાંથી બંદૂકો અને અન્ય શસ્ત્રો લગભગ ખત્મ થઇ ગયા છે અને લોકો તેમના ઘર બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર છે.
પૂર્વ યુક્રેનના લોકોએ કહ્યું કે, પશ્ચિમી દેશોએ અમારી મદદ માટે આવવુ જોઈએ. હુમલાને પગલે ગભરાયેલા લોકોએ મેટ્રો સ્ટેશન અને ભોંયરામાં બીજી રાત વિતાવી હતી. યુક્રેન સરકારે જણાવ્યું કે, રાજધાની કિવમાં સુરક્ષા માટે વધારાના સૈન્ય મોકલ્યું છે. યુક્રેનિના હજારો લોકો યુદ્ધ અને રશિયન સૈનાખી બચવા માટે પડોશી દેશો – પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં જઈ રહ્યા છે.

નાટોનું કહેવું છે કે તે રશિયા સામે મજબૂત અવરોધ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી તૈનાતી કરશે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે રશિયાએ યુરોપમાં શાંતિને ખલેલ પહોંચાડી છે. તેમણે કહ્યું કે નાટો સહયોગીઓએ તેમની બચાવ યોજના શરૂ કરી દીધી છે. આ અંતર્ગત અમે નાટો દળોને જમીન, સમુદ્ર અને હવાઈ ક્ષેત્રમાં તૈનાત કરી રહ્યા છીએ.
યુ.એસ., કેનેડા અને યુરોપિયન સાથીઓએ અમારી સ્થિતિને મજબૂત કરવા અને કોઈપણ કટોકટીનો જવાબ આપવા માટે ગઠબંધનની પૂર્વ બાજુએ હજારો વધુ સૈનિકો તૈનાત કર્યા છે. જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું, “અમારી પાસે 30થી વધુ વિવિધ સ્થળોએ 100 કરતા વધારે જેટ છે. જ્યારે ભૂમધ્ય સમુદ્ર સુધી 120થી વધુ જહાજો છે. આમાં ગેરસમજને કોઈ અવકાશ ન હોવો જોઈએ. અમે દરેક સહયોગી અને નાટો પ્રદેશના દરેક ઇંચની સુરક્ષા માટે જે પણ કરવું પડશે તે કરીશું.