હાલ દુનિયાભર કોરોનાનો કહેર યથાવત છે. જેને લઇ દુનિયાના ઘણા દેશોમાં શાળા-કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં નથી આવી. ત્યારે અમેરિકા દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ત્યારે અમેરિકામાં શાળા ખુલ્યાના 1 સપ્તાહમાં જ 260થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા.
શાળાના 260 વિદ્યાર્થી અને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ
અમેરિકાના જ્યોર્જિયામાં આવેલ એટલાન્ટા ચેરોકી કાઉન્ટી સ્કૂલે પોતાની વેબસાઈટ પર જાણકારી આપી. શુક્રવારે 1થી 12 ધોરણના 11 વિદ્યર્થિઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેની સાથે ત્યાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 260 થઇ. જેને લઇ તેઓને 14 દિવસના આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે અને ઓનલાઇન નિર્દેશો અપાશે. આ શાળાના વિસ્તારમાં અંદાજે 40 સ્કૂલ અને સ્ટડી સેન્ટર્સ છે. જેમાં અંદાજે 42200 વિદ્યાર્થી અને 4800 કર્મચારી કામ કરે છે.
વિદ્યાર્થીઓનો દરરોજ ટેસ્ટ કરાશે
સ્કૂલના અધીક્ષક બ્રાયન હોઇટવરે પરિવારોને પાત્રમાં લખી જણાવ્યું કે. વિદ્યાર્થી અને કર્મચારીઓનો દરરોજ કોરોના ટેસ્ટ કરાશે. કારણ કે આપણે એક મહામારી દરમ્યાન સ્કૂલોનું સંચાલન કરી રહ્યા છીએ. worldometersના આંકડા મુજબ અમેરિકામાં કોરોનો આંકડો 51 લાખથી વધી થઇ ગયો છે. ત્યારે 1 લાખ, 65 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં 26 લાખથી વધુ લોકો સારા થયા છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારને બેરોજગારી મુદ્દે આ રીતે ઘેરશે કોંગ્રેસ, બનાવ્યો પ્લાન
