વૈજ્ઞાનિકો દાવો કરે છે કે, ભારતમાં એક અલગ પ્રકારનો કોરોના વાયરસ છે હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોમાં એક અલગ પ્રકારનો COVID-19 (કોરોના વાયરસ) શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ વાયરસના આ અનોખા જૂથનું નામ ‘ક્લેડ એ3 આઇ’ રાખ્યું છે, જે ભારતમાં જીનોમ (જનીનો નો ક્રમ) સિક્વન્સના 41% નમૂનાઓમાં જોવા મળ્યો છે.
તમિલનાડુ, તેલંગાણાથી લીધેલા મોટાભાગના નમૂનાઓ આ જૂથના

ભારતમાં કોરોના વાયરસના કેસો દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. ત્યારે બુધવારે સાંજ સુધીમાં દેશમાં કોરોનાના 2 લાખ 16 હજારથી વધુ દર્દીઓ હાજર રહ્યા છે. દરમિયાન, હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB) ના વૈજ્ઞાનિકોએ દેશના કોરોના ચેપગ્રસ્ત લોકોમાં એક અલગ પ્રકારનો કોરોના વાયરસ (SARS-coV2) શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે હાલમાં તે તમિલનાડુ અને તેલંગાના જેવા દક્ષિણ રાજ્યોમાં જોવા મળ્યું છે.
અનોખા જૂથનું નામ ‘ક્લેડ એ3 આઇ’ રાખ્યું

વૈજ્ઞાનિકોએ વાયરસના આ અનોખા જૂથનું નામ ‘ક્લેડ એ3 આઇ’ રાખ્યું છે, જે ભારતમાં જીનોમ (જનીનોનો ક્રમ) સિક્વન્સના 41% નમૂનાઓમાં જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ 64 જીનોમના સિક્વન્સ તૈયાર કર્યા છે. CCMBએ ટ્વીટ કર્યું કે, ‘ભારતમાં SARS-CoV2 ફાટી નીકળવાના જીનોમ વિશ્લેષણ પર એક નવી હકીકત સામે આવી છે. સંશોધન મુજબ, ભારતમાં વાયરસનું એક અનોખું જૂથ પણ છે. તેનું નામ ક્લેડ એ 3 આઇ (CLADE-A3i) રાખવામાં આવ્યું છે.’

CCMBએ વધુમાં કહ્યું કે, “દેશભરમાં ફેલાયેલ આ જૂથ ફેબ્રુઆરી 2020 માં વાયરસથી થયો હોવાનું મનાય છે તે ભારતના SARS-CoV2 જિનોમના તમામ નમૂનાઓમાં 41 ટકા અને વિશ્વના જાહેર કરેલા જીનોમના સાડા ત્રણ ટકા જેવા મળ્યું છે.”
CCMB ડિરેક્ટર અને સંશોધન પેપરના સહ-લેખક રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘તેલંગાણા અને તમિલનાડુથી લેવામાં આવેલા મોટાભાગના સેમ્પલ ક્લેડ એ 3 આઇ જેવા છે. તેમણે કહ્યું કે, મોટાભાગના નમૂના ભારતમાં કોવિડ -19 ફાટી નીકળવાના શરૂઆતના દિવસોના છે.’
આ પણ વાંચો : રાહુલ ગાંધી સાથે વાતચીતમાં રાજીવ બજાજે કહ્યું, લોકડાઉને કોરોનાની જગ્યાએ GDPના કર્વને ફ્લેટ કરી નાખ્યો

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.