લોકસભા ચૂંટણી 2019 ના પરિણામો બાદ હવે નવી સરકારનું એટલે કે 17મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ આજથી થયું છે. લોકસભામાં કયા સાંસદ કઈ જગ્યાએ બેસશે એ પણ એક ફોર્મ્યુલાથી નક્કી કરવામાં આવે છે. તો ચાલો જોઈ કોણ ક્યા કઈ રીતે બેસશે.
કેવું છે સદન
લોકસભાને 6 બ્લોકમાં વહેંચવામાં આવ્યું છે, જે સ્પીકરની જમણી, ડાબી અને સામેની બાજુએ હોય છે. આ જ બ્લોકમાં સાંસદોની સીટ હોય છે અને વચ્ચે ગેલેરી હોય છે. દરેક બ્લોકમાં 11 લાઇન હોય છે. સ્પીકરની બિલકુલ નીચેની બેન્ચ પર લોકસભા મહાસચિવ સહિત સચિવાલયના અધિકારી બેસે છે જે સદનને સારી રીતે ચલાવવામાં સ્પીકરની મદદ કરે છે. તેની સાથે તે દિવસભરની કાર્યવાહીનો રેકોર્ડ પણ રાખે છે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ-19: પાકિસ્તાન સામે 7મી વખત જીત મેળવવામાં ટીમ ઇન્ડિયાનો ક્યો માસ્ટર પ્લાન સફળ સાબિત થયો?
સ્પીકરની જમણી અને ડાબી બાજુ 2 બ્લોક છે તેમાં 97-97 સીટો હોય છે. બાકી બચેલા સામેના 4 બ્લોકમાં 89-89 સીટો હોય છે. પ્રત્યેક સાંસદ માટે એક સીટ નિર્ધારિત હોય છે પરંતુ કોઇ મંત્રી જો લોકસભાનો સભ્ય ન હોય તો પણ તે ચર્ચા દરમિયાન સદનમાં બેસી શકે છે.
શું છે સીટ ફોર્મ્યુલા
સ્પીકર કોઇ પણ પાર્ટીના સભ્યોની સંખ્યાના આધારે તેમના બેસવાનું સ્થાન નક્કી કરે છે. તેના માટે એક ફોર્મ્યુલા છે જેમાં કોઇ પાર્ટી અથવા ગઠબંધન પાસેની કુલ સીટોને તે લાઇનની કુલ સીટોની સંખ્યાથી ગુણાકાર કરવામાં આવે છે. તે બાદ જે સંખ્યા આવે તેને લોકસભાની કુલ સંખ્યાથી વિભાજીત કરવામાં આવે છે.
આ ફોર્મ્યુલાને સમજવા માટે આપણે એનડીએને આ વખતે મળેલી 353 સીટો દ્વારા સમજીએ. આ વખતે એનડીએને મળેલી કુલ સીટોને જો પહેલી લાઇનની કુલ સીટોથી ગુણવામાં આવે અને પછી કુલ સંખ્યાથી તેને વિભાજીત કરવામાં આવે તો પરિણામ 12.83 આવશે. પૂર્ણાંક અનુસાર આ વખતે એનડીએના 13 સાંસદને આગળની હરોળમાં સ્થાન મળશે.
વરિષ્ઠતાને મહત્વ
5 કે તેથી વધુ સીટો વાળી પાર્ટી પર જ લાગુ થાય છે. જો કોઇ દળના સભ્યોની સંખ્યા 5 કરતાં ઓછી હોય તો સ્પીકર અને દળના નેતા પરસ્પર સહમતીથી તેમની સીટ નક્કી કરે છે. સ્પીકર કોઇ પાર્ટીના સભ્યની વરિષ્ઠતાને ધ્યાનમાં લેતાં તેને પ્રથમ હરોળમાં સ્થાન આપી શકે છે. અગાઉ સપાના મુલાયમ સિંહ યાદવ અને જેડીએસના એચડી દેવગૌડાને આગળની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે તેમની પાર્ટી પાસે આગળની હરોળમાં બેસવા લાયક સંખ્યાબળ ન હતું.
સાંસદના નિમ્ન સાંસદ એટલે કે લોકસભામાં સાંસદોની સંખ્યા વધુમાં વધુ 552 સુધી હોઇ શકે છે. જેમાંથી 530 સભ્યો અલગ-અલગ રાજ્યોમાંથી હોય છે અને 20 સભ્યો સુધી ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોઇ સકે છે. આ ઉપરાંત 2 સભ્યો રાષ્ટ્રપતિ તરફથી નોમિનેટ કરવામાં આવી શકે છે. લોકસભાને હાઉસ ઑફ પીપલ્સ પણ કહેવામાં આવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.