સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ દિવાન ફાઈનાન્સ લિમિટેડ (DHFL)ના 12 પ્રમોટર્સ પર શેરબજારમાં કામ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તેમના પર આ કાર્યવાહી માર્કેટ રેગ્યુલેશનના ઉલ્લંઘનને પગલે કરવામાં આવી છે. સેબીએ પોતાના અંતરિમ આદેશમાં જણાવ્યું કે, એપ્રીલ 2006થી માર્ચ 2019 વચ્ચે DHFLના પ્રમોટર્સે ઘણાં ગંભીર ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓ કરી છે. આ છેતરપિંડીમાં ગયેલ ધન પણ ઘણું વધુ છે.

આ પ્રમોટર્સમાં કપિલ વાધવાન, ધીરજ વાધવાન, રાકેશકુમાર વાધવાન, સારંગ વાધવાન, અરુણા વાધવાન, માલતી વાધવાન, અનુ એસ. વાધવાન, પૂજી ડી. વાધવાન, વાધવાન હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ, વાધવાન રિટેલ વેન્ચર પ્રાઈવેટ લિમિટેડ અને વાધવાન ગ્લોબલ કેપિટલ લિમિટેડ સામેલ છે. જેમણે 2006-2019 માં કંપનીના બોન્ડ દ્વારા 24,000 કરોડ મેળવ્યા જ્યારે કે ઓડિટરે આ નાણાકીય જાણકારીઓ અંગે શંકા વ્યક્ત કરી. સેબીએ તેમને માર્કેટમાં કામ કરવાની સાથે સાથે અન્ય કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા પ્રમોટર્સ બનવા અથવા સેબી સાથે સંબદ્ધ કોઈ માધ્યમ સાથે જોડાવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો : રીલાયન્સ રીટેલમાં વધુ રૂા.5500 કરોડનું રોકાણ, એક જ સપ્તાહમાં અંબાણીને બીજો ચેક
