સહકારી સંસ્થાઓનું પ્રભૂત્વ સતત વધી રહ્યું છે. ખાસકરીને ગુજરાતમાં સહકારી સંસ્થાઓ એકજૂથ હેઠળ સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને અપનાવી કામગીરી કરી રહી છે. તાજેતરમાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાઓનું સંગઠન “નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા (NCUI) ની યુથ કમિટીમાં મનિષ કાપડિયાની નિમણૂંક થઇ છે.

મનીષભાઇની વરણી થવા માટે મહેશભાઇએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, માનનીય સહકાર મંત્રી અમિતભાઇ શાહ , NCUI ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો ખુબ ખુબ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.