સુરત કામરેજ તાપી નદીના પૂલ પરથી તાપી નદીમાં રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ થોડાક દિવસો પહેલા છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કથાકથિત કારણોસર આપઘાત કર્યાનું ચર્ચાઈ રહ્યું છે.
રત્નકલાકાર વિકાસ સંઘના નેજા હેઠળ વર્ષોથી જયસુખ ગજેરા રત્નકલાકારોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે મથતાં હતાં. જેમાં, રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે ત્યારથી લઈને ફરીથી તેમને નોકરી પર રાખવા સુધીના દરેક મુદ્દે મદદ કરવા તેઓ પ્રયાસ કરતાં હતાં. આ સિવાય રત્નકલાકારોને વતન જવા માટે ટ્રેન, રહેવા મકાન, આરોગ્યની સુવિધાઓ પુરી પાડવા ઘણા કાર્યો કરતાં હતાં.
આજ રોજ રત્ન કલાકાર વિકાશ સંઘની કારોબારો મીટિંગ બોલવામાં આવી હતી. આ મીટિંગમાં સ્વ. પ્રમુખ જયસુખ ગજેરાને શ્રદ્ધાંજલી પાઢવી ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને જયસુખ ગજેરાના જીવનના બાકી રહેલા પવિત્ર કાર્યને આગળ ધપાવવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.
નિમણુંક કરાયેલા હોદ્દેદારોની યાદી
- પ્રમુખ – બાબુભાઇ પી. વેકરીયા
- ઉપપ્રમુખ – આશિષભાઇ વી. પટેલ
- મંત્રી – રમેશભાઈ જે. ગોયાણી
- સહમંત્રી – ભરતભાઈ એન. વોરા
- ખજાનચી – મનસુખભાઇ પી. ડોળરીયા
- સહખજાનચી – કનુભાઈ એસ. ગજેરા
- કો- ઓર્ડીનેટર – દલસુખભાઈ પી. ટીંબડીયા
