કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં ચાલુ જ છે. ત્યારે કોરોનાના દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 લાખ પાર પહોંચી ગઈ છે. ત્યારે સારા થયેલા દર્દીઓના લોહિને લઇ કાળા બજારી શરુ થઇ ગઈ છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે કોરોનાની સારવાર અને વેક્સિનના નામે ડાર્કનેટ પર દર્દીઓના લોહીનો વેપાર થઈ રહ્યો છે. ડાર્કનેટ પર ઉપસ્થિત વિક્રેતાઓ અલગ-અલગ દેશોમાંથી શિપિંગ કરીને વિદેશોમાં ડિલીવરી કરાવી રહ્યા છે.
ઇન્ટરનેટ પર કોરોનાના દર્દીના લોહીની વેચાણ

ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના અહેવાલ મુજબ, આખી લાઈફ માટે કોરોનાથી ઈમ્યુન બનાવવાના દાવા સાથે લાખો રૂપિયામાં લોહીની વેચાણ થઇ રહ્યું છે. અને એક લીટર લોહીની કિંમત 10 લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી છે. લોહી ઉપરાંત પીપીઈ, માસ્ક, ટેસ્ટ કિટ સહિતની અન્ય વસ્તુઓ પણ ગેરકાયદેસર રીતે ઉંચી કિંમતે વેચાઈ રહી છે. ઓછામાં ઓછા 12 અલગ-અલગ ડાર્કનેટ માર્કેટમાં આ સામાન વેચાઈ રહ્યો છે. કોરોનાની સારવાર કરી રહેલા ડોક્ટર્સના માધ્યમથી પીપીઈ અને અન્ય સામાન મેળવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેની અલગ-અલગ દેશોમાં ડિલીવરી કરી આપવા માટે તેઓ તૈયાર છે. મોટા ભાગે આવી પ્રોડક્ટ અમેરિકાથી અને તે સિવાય કેટલીક પ્રોડક્ટ યુરોપ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાથી શિપિંગ માટે ઉપસ્થિત છે.
ગેરકાયદેસર કમાણીનો પ્રયોગ

સંશોધક રોડ બ્રોડહર્સ્ટના કહેવા પ્રમાણે મહામારી સમયે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કમાણી કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં તેનું પ્રમાણ વધી શકે છે માટે તેને બંધ કરાવવા મોનિટરિંગની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ડાર્કનેટ પર અસુરક્ષિત વેક્સિન અને એન્ટીવાયરલ દવાઓ પણ વેચાઈ રહી છે. બજારમાં પીપીઈની તંગી હોવાથી તેનું પણ મોટા પાયે વેચાણ ચાલુ છે. ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ક્રિમિનોલોજીના ડેપ્યુટી ડાયરેક્ટર રિક બ્રાઉને આ પ્રકારની ચીજ-વસ્તુઓના વેચાણથી લોકોનું સ્વાસ્થ ગંભીર જોખમમાં છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાચો : સુરતથી વારાણસી જવા નીકળેલી બસ પરત ફરી, ન કરવા દીધી બોર્ડર ક્રોસ
