પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત દિવસે-દિવસ ખરાબ થઇ રહી છે. હાલમાં પાકિસ્તાન અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ઘંઉના અને લોટના ભાવ એટલા વધી ગયા છે કે ઘંઉની રોટલીની કિંમત રૂ. 20 થી 30 સુધી પહોંચી ગઈ છે.
વાસ્તવમાં, ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાનમાં ખાદ્ય અન્ન સંકટ દિવસેને દિવસે વઘી રહ્યું છે. સરકારે ઘંઉ અને લોટ બંનેના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ સરકાર જમાખોરીના વિરૂદ્ધ દેશભરમાં અભિયાન ચલાવી રહી છે.
પાકિસ્તાનમાં સરકાર આર્થિક રીતે કંગાળ થઈ ગઈ છે. અર્થવ્યવસ્થા ચલાવવા માટે સરકારને આંતરરાસ્ટ્રીય મુદ્રા કોષમાંથી કડક નિયમો પર લોન લેવી પડી રહી છે. જેના કારણે સરકારે અનેક નવા-નવા ટેક્સ લાગુ કરવા પડી રહયા છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ અનુસાર, પાકિસ્તાનમાં ગરીબી વધી રહી છે. રોજગારીના કોઇ ઠેકાણા જોવા મળી રહ્યા નથી અને મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. મોંઘવારીનું સૌથી મોટું કારણ ઘંઉનું ઉત્પાદન ઓછું થવું એ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં આ વર્ષે ઘંઉનું ઉત્પાદન 33 ટકા ઓછુ થયું છે.
10 જૂને રાષ્ટ્ર કે નામ સંબોધન કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી એ પોતાની સંપત્તિની ઘોષણા કરી આપે. જેથી લોકોની યોગ્ય અને બેનામી સંપત્તિનો ફર્ક સમજી શકાય.
ગત્ત વર્ષ ડિસેમ્બરમાં પાકિસ્તાની સમાચારપત્ર ડૉનમાં પ્રકાશિત થયેલા એક સર્વે અનુસાર 9 ટકા લોકોએ કહ્યું કે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમને જણાવ્યું કે એના પાછળ સામાજીક કારણ જવાબદાર હતું. ડૉનના અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ અનુસાર 2012 માં પાકિસ્તાનમાં આત્મહત્યાની સરાસરી પ્રતિ એક લાખ 13,000 હતી. એટલું જ નહીં પાકિસ્તાનમાં 34 ટકા લોકોને ડિપ્રેશનની સમસ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.