હાલમાં ભારતમાં કોરોના વાયરસનો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે. કોરોના વાયરસનો ચેપ ઝડપતી લાગતો હોવાથી ઘણા પરિવારના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. સુરતમાં આરધ્યે પરિવારના સાત સભ્યોએ કોરોનાને મ્હાત આપી છે. જેઓ મૂળ મહારાષ્ટ્રઅ વતની અને છેલ્લા દોઢ વર્ષથી અડાજણ વિસ્તારમાં રહે છે. આ પરિવારમાં સૌથી નાનો 4 માસનો દીકરો શિવાંશ અને વરિષ્ઠ 83 વર્ષીય દાદી પણ સંક્રમિત થયા હતા. પરંતુ, યોગ્ય સારવાર મળતા તમામ 7 લોકોએ કોરોનાને મહાત આપી છે.

આરાધ્યે પરિવારના સંદિપ આરાધ્યે જણાવ્યું કે, “ પરિવારના સભ્યોને સામાન્ય લક્ષણો જાણતા તા.17 ઓગસ્ટે અડાજણના પીએચ.સી. સેન્ટરમાં કઢાવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ બાદ હોમ કવોરન્ટાઇન થઈ સારવાર લેવાનું નક્કી કર્યું. પછી અમારા દાદીની તબિયત વધુ બગડતા તા.19મી ઓગષ્ટે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ત્યાંથી મહાવીર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. સાત દિવસની સારવાર બાદ તા.25 ઓગસ્ટે રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તા.27 ઓગસ્ટે ફરી તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓક્સિજન લેવલ ઓછું હોવાથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. તા.6 સપ્ટેમ્બરે દાદીનો રિપોર્ટ નેગેટીવ તેમને રજા આપવામાં આવી.

સમગ્ર પરિવાર કોરોનાને ચપેટમાં આવ્યો હોવાથી દરેક લોકો હતાશ હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફની મહેનતથી દાદીએ કોરોને મ્હાત આપી. દાદીએ 20 દિવસમાં અને બાકીના સભ્યો 14 દિવસ હોમ કવોરન્ટાઇન રહીને કોરોના મહાત આપી છે. દાદીને નવું જીવન આપવા માટે સંદિપભાઈએ સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના’, બેદરકારીથી પાંચ વર્ષમાં પાંચ જ મોત
83 વર્ષિય દાદી રૂકમણિબહેને જણાવ્યું કે, ‘મોટી ઉમરે કોરોના થતા ડર તો લાગતો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના ડોકટર, તબીબોની સતત દેખભાળ અને સારવારના કારણે સ્વસ્થ થઈ છું. તબીબો મને આશ્વાસન આપતા કહેતા કે, ‘માજી, તમારાથી કોરોના હારી જશે. તમે જલ્દી સાજા થઇ જશો.
