નાણામંત્રી નિર્મલા સીતારામણની ઘરેલુ કંપનીઓ પર લાગતા કોર્પોરેટ ટેક્સ ઘટાડાની જાહેરાત અને હાઉડી મોદી કાર્યક્રમ બાદ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. શેરબજાર 1300 આંકડાના વધારા સાથે ખુલી ઉઠ્યું છે.
ગત શુક્રવારે સેન્સેક્સ સૂચક આંક 38,014 પર બંધ આવ્યો હતો. જે સોમવારે એટલે આજે ઇન્ડેક્સ 800 અંકથી વધીની 38,844 સુધી પોહોંચ્યો છે. લખાય ત્યાં સુધી 913 પોઇન્ટ વધીની એટલે કે 2.40 ટકા થી વધીને 38,949 નજીક ચાલી રહ્યો છે. આ પેહેલા ટોચની સપાટી 39,346 નોંધાઈ હતી. નિફટીનું જાણીયે તો ઈન્ડેક્સ શુક્રવારે 11,274 પર બંધ થયા પછી સોમવારે 250 પોઇન્ટ વધીને 11,542 સુધી પોહોંચ્યો છે. લખાય ત્યાં સુધી ઇન્ડેક્સ 288 અંક એટલે કે 2.56 ટકા વધીને 11,563 નજીક ચાલી રહ્યો છે.
સેન્સેક્સમાં ઉછાળાનું શું છે કારણ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ ગઈ કાલે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા કાર્યક્રમમાં બંને દેશો વચ્ચેના ટ્રેડને પણ લઇ ચર્ચા કરાઈ હતી. બીજી બાજુ કોર્પોરેટ ટેક્સના ઘટાડાની જાહેરાત થઇ હતી. કારણે બજારમાં જોરોશોરોથી ખરીદારીમાં વધારો થયો હતો. જેને લઇ સેન્સેક્સ ખીલી ઉઠ્યું હતું.