આજે નાગપંચમી અને સોમવાર સાથે હોવાથી શિવભક્તો માટે આ ખાસ દિવસ રહેશે. ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનામાં નાગ પંચમીનું મહત્વ પુરાણોમાં બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે, નાગપંચમીના દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે તો તેના આશીર્વાદ કાયમી આપણી ઉપર રહે છે, સાથે નાગડંખથી પણ બચી શકાય છે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર નાગદેવતાની પૂજા કરવાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. ભારતમાં નાગદેવતાના વિશેષ મંદિરો છે. જે લોકોને કાલસર્પ યોગના કારણે માનસિક અશાંતિ, ધન પ્રાપ્તિમાં બાધા, વિવાહ વિલંબ, અને સંતાન અવરોધ હોય તેને નાગ પાંચમી ના દિવસે પૂજા કરવાથી ફાયદો થાય છે.
મન્નારસ્લા શ્રીનાગરાજ મંદિર
મન્નારસ્લા શ્રીનાગ રાજ મંદિર કેરળના અલ્પુઝા જિલ્લાના હરીપદ ગામમાં છે. આ મંદિર જતા રસ્તામાં 30 હજારથી વધુ સાપોની આકૃતિ બની છે.
નાગ ચંદેશ્વર મંદિર
ઉજ્જેનના મહાકાલ મંદિરમાં ત્રીજા મળે આવેલા નાગ ચંદેશ્વર મંદિર ખૂબ જ અદભૂત છે અને આની ખાસ વાત એ છે કે નાગપંચમીના દિવસે જ ખોલવામાં આવે છે. અહીં 11 મી સદીની મૂર્તિ છે.
ઘૌલીનાગ મંદિર
ઉત્તરાખંડ રાજ્યના બગેશ્વર જનપદ માં ઘૌલિનાગ મંદિર આવેલું છે આ મંદિરની ખાસ વાત એ છે કે નાગપંચમીના દિવસે અહીં મેળો ભરાય છે .

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.