હિન્દૂ મુસ્લિમોની આસ્થાના પ્રતીક એવા સાઈબાબા કોઈ વાર પોતાના ચમત્કારોને લઇ ચર્ચામાં રહે છે તો કોઈક વાર તેમના ધર્મ અને જન્મ ને લઇ ને હવે વિવાદ થયો છે તેમના જન્મસ્થાનને લઈને। કેટલાક ભક્તો શિરડીને જ તેમનું જન્મસ્થાન માને છે. શિરડી તેમની કર્મ ભૂમિ રહી છે અને ત્યાં જ તેમનું દેહાવસાન થયું હતુ. ત્યારે મહારાષ્ટ્ર્ના નવા નવા બનેલા મુખ્યમંત્રીએ સાઈ બાબાના જન્મસ્થાનને પાથરી જણાવી વિવાદ ઉભો કરી દીધો છે. શિરડીથી 275 કિલોમીટર દૂર પાથરીને વિકાસ માટે 100 કરોડ આપવાનું પણ એલાન કરી દીધું છે શિરડી સાઈ ટ્રસ્ટના કાર્યકર્તા મુખ્યમંત્રીના આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.

ટ્રસ્ટથી જોડેલા લોકોએ જણાવ્યું કે સાઈબાબાએ કોઈ દિવસ તેમના જન્મસ્થાન, જાતિ, નામ વિશે કોઈ દિવસ કઈ કહ્યું ન હતું માટે સાઈબાબાના જન્મસ્થાનના નામથી એનો વિકાસ કરવો યોગ્ય નથી. વિવાદ એટલો વધી ગયો છે કે સાઈબાબા ટ્રસ્ટએ પહેલી વખત અનિશ્ચિત કાળ માટે શિરડી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો જાણીએ સાઈબાબાના શિરડી સ્થિત મંદિર થી જોડેલી કેટલીક ખાસ વાતો.

લોકોનું માનવું છે કે શિરડીનું સાઈ મંદિર સાઈબાબાની જ સમાધિ સ્થાન છે. ત્યાં જ સાઈબાબાએ પોતાના જીવનનો અંતિમ સમય પસાર કર્યો અને સમાધિ પણ ત્યાં જ લીધી હતી. એમની મૃત્યુ 15 ઓક્ટોબર 1918માં ત્યાં જ થઇ હતી. કેટલાક લોકો એમની હિન્દૂ હોવાની વાત કરે છે તો કેટલાક લોકો મુસલમાન. એટલે જ ત્યાં બંને સમુદાયના લોકો સાઈના દર્શન માટે આવે છે.
આવી રીતે થયું મંદિરનું નિર્માણ

સાઇની ભક્તિનો દીવો સળગાવી રાખવા એમના ભક્તો દ્વારા 1922માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। લોકોની માન્યતા છે કે 16 વર્ષની ઉંમરમાં તેઓ અહીં આવ્યા હતા અને લોકોના કલ્યાણ માટે ત્યાં જ વસી ગયા હતા. તેઓએ તેમનું પૂરું જીવન ત્યાં જ વિતાવ્યું. કેટલાક એમને આધ્યાત્મિક ગુરુ માની એમની આગળ શીસ જુકાવે છે તો કેટલાક તેમને ફકીર બાબા માનીને યાદ કરે છે
જન્મ વિશેની કહાની

સાઈ બાબાના જન્મ સ્થાન કે માતા પિતા અંગે કોઈ ખાસ જાણકારી નથી પરંતુ માન્યતા મુજબ તેમનો જન્મ દિવસ 28 સપ્ટેમ્બર 1838ને માનવામાં આવે છે. 16 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના અહેમદનગરના શિરડી ગામમાં આવી ગયા હતા. ત્યાં સૌથી પહેલા તેઓએ એક લીંબડાના ઝાડ નીચે પોતાનું આસન મૂક્યું હતું. તેઓ ઠંડી ગરમીમાં ત્યાં જ તપસ્યા કરતા. આટલી નાની આયુમાં તપસ્યા કરતા જોઈ કેટલીક માતાઓને દયા આવી તેઓ ત્યાં જ તેમના માટે ખાવાનું લઈને જતા.
અચાનક થઇ ગયા ગાયબ

એક દિવસ અચાનક તેઓ શિરડી માંથી ગાયબ થઇ ગયા અને એક લગ્નના વરઘોડા સાથે પાંછા આવ્યા અને ત્યાં જ વસી ગયા. તેમની વેશભૂષા જોઈ લોકો તેમને મુસ્લિમ સમજવા લાગ્યા. તેઓએ એક જર્જરિત મંદિરને પોતાનું ઘર બનાવી લીધું અને ત્યાં જ ભિક્ષા માંગી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા। માનવામાં આવે છે કે તેઓએ એક ધૂની સળગાવી હતી અને એની રાખ તેઓ ભક્તોને આપતા હતા. આ રાખથી લોકોની ભયંકરમાં ભયંકર બીમારી સારી થઇ જતી. લોકો તેમને ઈશ્વર માનવ લાગ્યા અને ધીરે ધીરે તેમની ખ્યાતિ વિકસિત થતી ગઈ.
મસ્જિદનું નામ રાખ્યું દ્વારકામાઈ

તેઓ જે મસ્જિદમાં રહેતા હતા તેનું નામ દ્વારકામાઈ રાખ્યું હતું. લોકો તેમની ત્યાં આવી આરતી કરવા લાગ્યા હતા. તેઓ કોઈ ધર્મ અથવા જાતિ માં માનતા ન હતા. અને હંમેશા બોલતા સબકા માલિક એક. માટે તેમને હિન્દૂ મુસ્લિમ સદ્ભાવનું પ્રતીક માનવામાં આવે છે તેમનું મૃત્યુ એજ ગામમાં લગભગ 83 વર્ષની ઉંમરે થયું હતું.

અહીં સ્થિત સાંઈબાબાનું મંદિર મળસખે 4 વાગ્યે ખુલે છે અને આરતી, ભજન અને પ્રસાદ થાય છે. 5:40 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવે છે આખો દિવસ પૂજન થયા પછી સાંજે 10 વાગ્યે આરતી થાય છે અને મંદિર બંધ થઇ જાય છે.
