ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના આઠ બીચને આંતરરાષ્ટ્રીય બ્લૂ ફલેગ પ્રમાણપત્ર મળ્યું છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પહેલા જ પ્રયાસે ભારત સરકારે ભલામણ કરેલા તમામ આઠ બીચને બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળવુ એ બાબત સાચે જ ઐતિહાસીક ગણાવી શકાય.
બીચને અપાતું વિશ્વનું મોટુ સન્માન

આ બે ઉપરાંત, કર્ણાટકમાં કાસારગોડ અને પેદુબીદરી, કેરળમાં કાપ્પડ, આંધ્રપ્રદેશમાં રનશીકોંડા, ઓડીશામાં ગોલ્ડન બીચ તથા આંદમના – નિકોબાર ટાપુ પ્રદેશમાં રાધાનગર બીચને પણ આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળ્યુ છે.
બ્લુ ફલેગ પ્રમાણપત્ર કોઇપણ બીચને અપાતું વિશ્વનું મોટુ સન્માન છે. આ પ્રમાણપત્ર પર્યાવરણ, સલામતી તથા સુગમતાના માપદંડોના આધારે અપાય છે. આ પ્રમાણપત્ર કોપનહેગન ખાતેની બ્લુ ફલેગ પ્રમાણપત્ર ફાઉન્ડેશન ફોર એનવાયરમેન્ટલ એજયુકેશન સંસ્થા ધ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો : રિયા અને સુશાંતને 13 જૂને સાથે જોનાર પાડોસીને CBIએ આપી ચેતવણી, જાણો શું છે કારણ
