સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત છે. પરંતુ, ઘણા લોકો કોરોનાને મહાત આપીને સારા પણ થઇ રહ્યા છે. ડોક્ટરો દ્વારા આપવામાં આવતી યોગ્ય સારવારના કારણે શહેરનો રિકવરી રેટમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 52 વર્ષીય શોભાબેન ગોડસે 4 દિવસ ખાનગી અને 19 દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી હતી.

શોભાબેનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમને અગાઉથી હાઈ બ્લડ પ્રેશરની બીમારી હતી. જેથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સિવિલ તબીબો, નર્સીંગ સ્ટાફના આશ્વાસન અને 25 દિવસ સારવાર બાદ તેમને રાજા આપવામાં આવી.
આ પણ વાંચો : ધોરણ 12ની પૂરક પરીક્ષાના કેન્દ્રોને લઈને પોલીસે જાહેર કર્યા નિયમો
શોભાબેનના પુત્ર રાકેશ ગોડસેએ જણાવ્યું કે, મારા મમ્મીને તા. 25 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.29 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સિવિલ હોસ્પિટલમાં 19 દિવસ સારવાર લીધી. તેમણે કુલ 23 દિવસ સારવાર લઈને કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. પરિવાર સિવિલ હોસ્પિટલનો ઋણી છે.
