સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 2 કરોડ 13 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યાં છે. જયારે, 7 લાખ 68 હજાર લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ઘણા દેશોના વૈજ્ઞાનિકો કોરોના વાયરસને રોકવા માટે રિસર્ચ કરી રહ્યા છે. હાલમાં વૈજ્ઞાનિકોએ સ્વાદ સંબંધિત એક રિસર્ચ દ્વારા ચોંકાવનારી જાણકારી જાહેર કરી છે. આ રિસર્ચ અનુસાર, કોરોનાના દર્દીઓને સ્વાદ લેવામાં થતી સમસ્યા કોરોના વાયરસને કારણે આવેલા સોઝા દરમયાન થનારી ઘટનાઓથી અપ્રત્યક્ષ રૂપે જોડાયેલી છે. આ અગાઉ કરેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે, કોરોના વાયરસના કણના કારણે સ્વાદ લેવાની ક્ષમતા સીધી રીતે પ્રભાવિત થાય છે.

આ સંશોધન અમેરિકામાં જોર્જિયા વિશ્વવિદ્યાલયમાં પુનર્યોજી બાયોસાયન્સ કેન્દ્રના શોધકર્તાઓએ કર્યું છે. આ સંશોધન એસીએસ ફાર્માકોલોજી એન્ડ ટ્રાન્સલેશન સાઈન્સ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી છે. આ સંશોધન અનુસાર, 20થી 25 % કોરોનાના દર્દીઓને સ્વાદ ન આવવાની સમસ્યા જોવા મળી છે. આ વિશે પ્રોફેસર હોંગજિયાંગ લિયુ એ કહ્યું છે કે, કોરોના વાયરસથી સંક્રમિત થયાના થોડા સમય બાદ સ્વાદ ન આવવાનું સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
આ પણ વાંચો : મલેશિયામાં મળ્યો COVID-19નો નવો પ્રકાર, કોરોના કરતા આટલા ટકા વધુ ગંભીર
શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, સ્વાદ સંબંધિત કોશિકાઓ કોરોના સંક્રમણની ઝપેટમાં નથી આવતી. કારણ કે, તેમાં વધારે એસીઈ2 વ્યક્ત નથી કરતી. એસીઈ2 એક પ્રકાસનું એંજાઈમ છે જે આંતરડા, હૃદય, ધમનીઓ, કોશિકાઓ અને ગુર્દા સાથે જોડાયેલી હોય છે. એસીઈ2 તે રસ્તો છે જ્યાંથી વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. આ પ્રથમ સંશોધન નથી જે મોંમાં એસીઈ2ની સ્થિતિને દેખાડે. પરંતુ, આ કોરોના વાયરસથી સ્વાદ લેવાની ક્ષમતા સાથે જોડાયેલી કોશિકાઓને સુરક્ષિત રહેવાના સંબંધ દર્શાવતું પહેલું અધ્યયન જરૂર છે.
