સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) અણધાર્યા નિધનના 43 દિવસ થઇ ગયા છે. આ અંગે સુશાંતના પિતાએ પટના (Patna)નાં રાજીવ નગર પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસ અંગે તપાસ ચાલુ છે. જેના લઈને હાલમાં સુશાંતનાં પિતા કેકે સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમના પિતાએ 25 ફેબ્રુઆરીનાં રોજ બાન્દ્રા પોલીસને તેમનાં દીકરાનાં જીવને ખતરો છે એમ જણાવ્યું હતું. પરંતુ, અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાલમાં, સુશાંતના નજીકના મિત્ર સેમુઅલ હાઓકિપ (Samuel Haokip) જે સુશાંતનો ફ્લેટમેટ હતો તેણે ખુલાસો કરતા કહ્યું છે કે, તેણે જૂન-જૂલાઇ 2019ની વચ્ચે જ સુશાંત સાથે કામ કરવાનું બંધ કર્યુ હતું તેને જાણકારી ન હતી કે સુશાંત સાથે કંઇ ખોટુ થઇ રહ્યું છે. સૈમુઅલને એક્ટરનાં સ્ટાફ દ્વારા માલૂમ પડ્યું હતુ કે, તેની દવાઓ ચાલી રહી છે. અને તેની નાણાકિય સ્થિતિ પણ ઘણી જ સારી હતી.
આ પણ વાંચો : શું કાળો જાદુ કરી રિયાએ સુશાંતના બેંક એકાઉન્ટ માંથી કઢાવ્યા હતા પૈસા?, સામે આવી ડિટેલ્સ
તે ઉપરાંત, સેમુઅલે જણાવ્યું કે, ‘સિદ્ધાર્થ પિઠાની મારા કરતાં રિયાનો સારો મિત્ર હતો. એટલે કે રિયાની વધુ નિકટ હતો.’ જયારે આ અગાઉ સેમુઅલ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો હતો ત્યારે સુશાંતનાં ફેન્સ સાથે વાતચીત દરમિયાન તેણે ઘણા ખુલાસા કાર્ય હતા.
