આ વર્ષે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન બંન્ને એક જ દિવસે છે. પણ ખાસ વાત તો એ છે કે આ 15મી ઓગસ્ટ ગુરૂવારે શ્રાવણ સુદ પૂર્ણિમા સવારે સૂર્યોદય સમય 6:17 થી શરૂ થઇ સાંજે 5:59 મિનિટ સુધી રહેશે. આ સંપૂર્ણ સમયને રક્ષાબંધન માટે પવિત્ર ગણી શકાશે. જેથી સંપૂર્ણ દિવસ દરમિયાન કોઈ પણ સંશય રાખ્યા વિના રક્ષાબંધનનો તહેવાર ઊજવી શકાશે.
રક્ષાબંધનના તહેવારમા શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે. પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી. જેના કારણે કોઈપણ મુહૂર્ત કે ચોઘાડિયા જોવાની આવશ્યકતા રહેતી નથી. રક્ષાબંધનના દિવસે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે. જે અનુસાર ભદ્રનો વાસ પાતળ લોકમાં હોવાથી ભૂલોકમાં કોઈ પણ દોષ રહેતો નથી.
રાખડી બાંધવાના ખાસ મુહૂર્ત :
શુભ સવારે 6:16 થી 7:53
ચલ સવારે 11:10 થી 12:48
લાભ બપોરે 12:48 થી 2:26
અમૃત બપોરે 2:26 થી 4:04
શુભ સાંજે 4:04 થી 7:19
