સોનાની સાથે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીનો ભાવ 19 ડોલરની સપાટી કુદાવીને 19.35 ડોલરે પહોંચતા આપણે ત્યાના બજારમાં બે દિવસમાં 2000 રૂપિયાનો ઉછાળો જોવા મળતા ચાંદીનો ભાવ 51500 રૂપિયા પર પહોંચ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે હજફંડોનું પણ ચાંદીમાં વધારો જોવા મળ્યો છે.

ક્રુડઓઈલમાં તોફાની તેજી જોવા મળી છે. ક્રુડ ઈન્વેન્ટરી ઘટશે તેવા અહેવાલ સામે માગ ખુલતા બ્રેન્ટ ક્રૂડ વધી 43.42 ડોલર, જ્યારે ડબલ્યુઆઈટી ક્રુડ 41 ડોલર નજીક ક્વોટ થઈ રહ્યું છે. સપ્તાહિક ધોરણે બ્રેન્ટ 46 ડોલર પર બંધ આપે તો નવી તેજી જોવા મળશે.
