હાલમાં દરેક જણે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે પરંતુ અનલોક-2ની સાથે જ ઓફિસ ખૂલી જતા દરેકની લાઈફ ફરીથી લાઈન પર આવી રહી છે પરંતુ હજુ પણ જરૂર ના હોય તેવા લોકોને કંપની વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પાડી છે. ઘરે રહીને તમારી અમુક સ્કીલને સુધારી શકો છો અને નવી સ્કીલની આદત પણ પાડી શકો છો, જે તમને તમારા કરિયરમાં ઘણી મદદરૂપ થઈ શકશે. તો ચાલો જોઈ લઈએ એવી જ કેટલીક સ્કીલ્સ.
એબિલીટીઃ

તમારો પ્રોફેશન કંઈ પણ હય, કંપનીઓની પોલિસીમાં હવે ઘણા બદલાવો આવશે. તેની સાથે જોબની સંખ્યા પણ ઓછી થઈ શકે છે તેવામાં બદલાવની સાથે તમારે પણ પોતાનામાં બદલાવ કરવા જરૂરી છે અને તમારે તમારી સ્કીલ્સમાં પણ અપડેટ લાવવા પડશે માર્કેટમાં ટકી રહેવા માટે.
ટેકનોલોજીનો ઉપયોગઃ

હાલમાં ચાલી રહેલા પેનડેમીકે દરેક બિઝનેસને તેમની સ્ટ્રેટેજી અંગે ફરીથી વિચારવા પર મજબૂર કરી દીધા છે. હવે ડીજીટલી કામ પતે તે રીતની સ્ટ્રેટેજી અને પોલિસીઓ અમલમાં મૂકવી પડશે. આ માટે તમારે પણ હાલની ટેકનોલોજી અંગે માહિતગાર રહેવું પડશે, જેથી ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ના પડે.
ક્રિએટીવીટી અને ઈનોવેશનઃ

ભલે તમે કોઈ ફિલ્ડમાં એક્સપર્ટ કેમ ના હોવ પરંતુ તમારે સતત ક્રિએટીવ અને ઈનોવેટીવ રહેવું ઘણું જરૂરી છે અને ખાસ કરીને આજના જમાનામાં કોમ્પિટીશનમાં ટકી રહેવા માટે એકબીજાથી અલગ અને હટકે આઈડિયા અથવા ઈનોવેટીવ-ક્રિએટીવ વિચારો કરવા જરૂરી છે.
લીડરશીપઃ

વર્ક ફ્રોમ હોમ વખતે આ સ્કીલને હેન્ડલ કરવી ઘણી અઘરી પડી જતી હોય છે. ઓફિસમાં દરેક કર્મચારી સાથે હોવાથી તેને લીડ કરવામાં મુશ્કેલી પડતી નથી પરંતુ હાલમાં લોકડાઉનને લીધે બધા પોતપોતાના ઘરે હોય ત્યારે ઓફિસના કામને કેવી રીતે પૂરુ કરાવવું તે એક પડકાર હોય છે અને તે વખતે જ તમારી લીડરશીપ સ્કીલની ટેસ્ટ થાય છે. કેવી રીતે તમે તમારા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે મોટીવેટ કરશો તે તમારી લીડરશીપ સ્કીલને નવા સ્કેલ પર લઈ જશે.
આજના સ્પર્ધાત્મક માર્કેટમાં ટકી રહેવા માટે તમારે તમારી સ્કીલને અપડેટ કરવી આવશ્યક છે. તમારે પ્રોએક્ટિવ થવાની જરૂર છે અને સતત નવું શીખવાની અને તમારા કામને સમજવાની જરૂર છે.
