રાજ્યમાં કોરોના મહામારી વધતી જાય છે. ત્યારે તંત્રના બેદરકારીના ઘણા મુદ્દાઓ સામે આવ્યા છે, પરંતુ આજે કોરોના મહામારીમાં સરકારી અધિકારીઓ સામાન્ય જનતાને લૂંટી રહ્યા હોય તેવી એક ઘટના સામે આવી છે. હાલમાં, મનપા દ્વારા ફ્રીમાં કરવામાં આવતા રેપિડ ટેસ્ટના પૈસા વસૂલાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

કોરોના મહામારીને કાબુમાં લેવા માટે મનપા દ્વારા રેપિડ ટેસ્ટનની સંખ્યા વધારવામાં આવી છે. આ ટેસ્ટ મફત કરવામાં આવે છે. ત્યારે, સુરત મનપાના કર્મચારીઓ આ રેપિડ ટેસ્ટના પૈસા લેતા હોવાનું સામે આવ્યું છે. ફ્રીમાં કરવાની જાહેરાત કરાયેલા ટેસ્ટના 450 રૂપિયા વસૂલી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરાઇ રહ્યા છે આ દરમિયાન લોકો પાસેથી 450 રૂપિયા લેવામાં આવ્યા છે.
આ મામલો બહાર આવતા લોકો આમા સંડોવાયેલા પાલિકા અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યાં છે. તે સાથે લોકોના મનમાં એવા પણ સવાલ થઇ રહ્યા છે કે, શું સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ નથી?. મફત ટેસ્ટ છતા કેમ પૈસા લેવાય છે?. આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી?
આ પણ વાંચો : શું સુરતમાં કાબુમાં આવી રહ્યો છે કોરોના વાયરસ ? તંત્રની નીતિ કારગર નીકળી
આ વાતની જાણ થતા મનપા કમિશ્નરે આદેશ આપતા જણાવ્યું છે કે, આજથી ધનવંતરી રથ કે અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટનો ચાર્જ ન લેવામાં આવશે નહિ.
