સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના લઇ સુરતની પરિસ્થિતિ ખુબ ખરાબ થઇ રહી છે. શહેર સહીત જિલ્લામાં પણ કોરોના નો ખોફ વધી રહ્યો છે. જેને લઇ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે. તંત્ર સહિત વેપારીઓ એસોસિયેશન તેમજ હીરા બજારો દ્વારા પણ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં વધતા કેસને લઇને તંત્ર એકશનમાં જોવા મળી રહી છે.
માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાયા

સુરતમાં કોરોનાને લઇને બનેલી આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનપા દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરમાં 995 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાયા છે જેથી તે ઝોનમાં કડકાઇથી અમલ કરાવી શકાય। જેમાં મનપા કમિશનરે મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું. મનપા દ્વારા માઇક્રો કન્ટેઈનમેન્ટમાં 300થી 500 લોકોને આવરી લેવામાં આવ્યાં છે.
ત્રણ ઘણું ટેસ્ટિંગ વધારાયુ

શહેરમાં વધતા કેસને લઇને મનપા દ્વારે વધુ ટેસ્ટિંગની રણનીતિ અપનાવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ત્રણ ગણુ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રોજ 5 હજાર રેપિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યાં છે. ખાંસી, શરદી, તાવના તમામ દર્દીના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. તંત્ર દ્વારા ઝોન પ્રમાણે હેલ્થ સેન્ટર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં ધન્વંતરી રથ દ્વારા ઘરે જઇ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો : કોરોનામાં અસરકારક નીવડેલા રેમેડીસીવીરના આટલા ઈન્જેક્શન ગુજરાતને મળશે…
